ઇન્દોર : મધ્ય પ્રદેશના (Madhya Pradesh)ઇન્દોર (Indore)માં પત્નીએ રંગીન મિજાજી પતિ અને પોલીસ કોન્સ્ટેબલ પતિના કારનામાઓનો ખુલાસો કરવા એક અનોખો રસ્તો અપનાવ્યો હતો. પત્નીએ સૌથી પહેલા ફેસબુક પર એક ખોટા નામથી આઇડી (Fake Facebook ID) બનાવી અને તેમાંથી પોતાના પતિને રિક્વેસ્ટ મોકલી હતી. રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા જ બંને વાતો કરવા લાગ્યા હતા. વાતો વાતોમાં પોલીસકર્મીએ પત્નીને અન્ય યુવતી સમજીને કિસ અને સેક્સની માંગ કરી હતી. જ્યારે પત્નીએ સમગ્ર ઘટનાનો ભાંડો ફોડ્યો તો પતિના પગ નીચેથી જાણે જમીન સરકી ગઇ હતી. ઇન્દોરના સુખલિયા નિવાસી મનીષાના લગ્ન વર્ષ 2019માં સત્યમ બહલ થયા હતા. થોડા દિવસો સુધી સત્યમ બહલે મનીષાને સારી રીતે રાખી, પરંતુ ત્યાર બાદ પીડા અને દુ:ખનો સમય શરૂ થઇ ગયા. અવારનવાર પોલીસકર્મી પત્નીને શારીરિક અને માનસિક રીતે પ્રતાડિત કરી ત્રાસ ગુજારવા લાગ્યો હતો. નાની નાની વાત પર પત્નીને બાથરૂમમાં કલાકો સુધી બંધ કરી દેતો હતો. કલાકો સુધી જમીન પર પટકીને મારપીટ કરતો હતો.
અસહનીય ત્રાસ બાદ કંટાળીને યુવતીએ પોતાના માતાપિતાને ફરીયાદ કરી, જે બાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરીયાદ દાખલ કરાવી હતી. 28 નવેમ્બર, 2020માં દાખલ કરવામાં આવી એફઆઇઆરમાં લખાવ્યું હતું કે, પતિ ઘરમાં અખબાર પણ વાંચવા દેતો નથી. સતત તેની પાસેથી દહેજમાં મોટરસાયકલની માંગ કરી રહ્યો છે. આ મામલે પતિને ધરપકડ પણ કરવામાં આવી હતી અને હાલ તે જામીન પર બહાર છે. કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. મનીષા જ્યારે તેના પિયરમાં હતી, ત્યારે તેને પોતાના પતિ પર શંકા ગઇ હતી. જે બાદ તેણે નકલી ફેસબુક આઇડી બનાવી રિક્વેસ્ટ મોકલી હતી. પોતાને સિંગલ દર્શાવી સત્યમ રોજ તેની સાથે વાતો કરવા લાગ્યો. આ દરમિયાન એક દિવસ ફેસબુક ચેટ પર પોતાની જ પત્નીને અન્ય યુવતી સમજી રહેલ પોલીસકર્મીએ કિસ અને સેક્સની માંગ પણ કરી હતી. પીડિત પત્નીએ કોર્ટમાં વોટ્સએપ પર સત્યમ સાથે થયેલ ચેટને પુરાવા તરીકે રજૂ કર્યા હતા, જેને જીલ્લા કોર્ટે નોંધમાં લીધી હતી.
પીડિતાના આરોપો પર ઇન્દોર જીલ્લા કોર્ટે આરોપી સામે ઘરેલૂ હિંસાની કલમો હેઠળ કેસ દાખલ કરવાના આદેશો આપ્યા હતા. એટલું જ નહીં અરજી પર સુનાવણી કરતી સમયે કોર્ટે ગત સોમવારે ખાવાપીવાના ખર્ચા તરીકે 2 લાખ રૂપિયા, સાથે જ દર મહીને ભરણ પોષણ માટે પણ 7 હજાર રૂપિયા મહિલાને આપવાનો પતિને આદેશ કર્યો છે. એડવોકેટ કૃષ્ણ કુમાર કુન્હારે જણાવ્યું કે, વર્ષ 2020માં પીડિતાએ ફરીયાદ કરી હતી અને કોર્ટમાં અરજી કરી હતી. જે અંગે જીલ્લા કોર્ટે નોંધ લેતા પતિને રૂ. 7000 પ્રતિ માસ આપવાનો ઓર્ડર આપ્યો હતો. અત્યાર સુધીના હિસાબ પર નજર કરીએ તો આ રકમ 2 લાખ 3 હજાર રૂપિયા થઇ ચૂકી છે.