ન્યૂઝ18 ગુજરાતી : સોશિયલ મીડિયામાં આજકાલ પ્રતાપ ચંદ્ર સારંગીની ચર્ચા છે. લોકો તેને ઓડિશાના મોદી તરીકે ઓળખવા લાગ્યા છે. તેઓ અનેક વર્ષોથી સમાજ સેવામાં લાગ્યા છે.
2/ 7
ઓડિશાની બાલાશોર લોકસભા બેઠક પરથી પ્રતાપ ચંદ્ર સારંગી બીજેપીની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા છે. તેમણે બીજેડીના રવિન્દ્ર કુમાર જેનાને 12,956 વૉટથી હાર આપી છે. વર્ષ 2014માં તેઓ ચૂંટણી હારી ગયા હતા. આખરે તેમણે જીત મેળવી છે.
3/ 7
સોશિયલ મીડિયામાં આજકાલ તેમની ખૂબ ચર્ચા ચાલી રહી છે. સારંગીએ લગ્ન પણ નથી કર્યા. સારંગી એક નાના ઝૂંપડાંમાં રહે છે. તેમની આર્થિક સ્થિત ખૂબ જ નબળી છે પરંતુ સ્થાનિકો પર તેમની ખૂબ સારી પકડ છે.
4/ 7
પ્રતાપ સારંગીનો જન્મ બાલાસોરના ગોપીનાથપુરના એક ગરીબ પરિવારમાં થયો છે. તેમણે ઉત્કલ યુનિવર્સિટીની ફકીર કોલેજમાંથી સ્નાતકની ડીગ્રી મેળવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રતાપ સારંગી બાળપણથી જ ખૂબ આધ્યાત્મિક છે.
5/ 7
પ્રતાપ સારંગી રામકૃષ્ણ મઠમાં સાધુ બનાવ માંગતા હતા. આ માટે તેઓ અનેક વખત મઠમાં પણ ગયા હતા. જ્યારે મઠના લોકોને માલુમ પડ્યું કે તેમના પિતા નથી તો તેમણે તેમની માતાની સેવા કરવાનું કહ્યું હતું.
6/ 7
પ્રતાપ સારંગીએ બાલાસોર અને મયૂરભંજ જિલ્લામાં અનેક સ્કૂલો બનાવી છે. તેઓ સાઇકલ ચલાવે છે.
7/ 7
કહેવામાં આવે છે કે તેઓ નરેન્દ્ર મોદીના નજીકના વ્યક્તિ છે, જ્યારે જ્યારે વડાપ્રધાન ઓડિશા જાય છે ત્યારે તેમની મુલાકાત કરે છે.