એક દેશ વતી બીજા દેશને માન્યતા ન આપવાનો અર્થ એ છે કે જે તે દેશનો બીજા દેશ સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. ઈઝરાયેલ (Israel) અને પાકિસ્તાન (Pakistan)ને પણ આવી રીતે કોઈ સંબંધ નથી કે કોઈ લેવડ દેવડ નથી. ઈઝરાયેલનો પાકિસ્તાન સાથે કોઈ રાજકીય કે વ્યાપારી સંબંધ નથી, કોઈ વ્યવહાર નથી. બંને દેશોમાં દુશ્મનાવટની હદ એ છે કે, પાકિસ્તાન પોતાના નાગરિકોને ઈઝરાયેલ જવા દેતું નથી. તમામ પાકિસ્તાની પાસપોર્ટ પર સ્પષ્ટ લખેલું છે કે, આ પાસપોર્ટ (Passport)ઈઝરાયેલ સિવાય વિશ્વના તમામ દેશો માટે માન્ય છે.
ઈઝરાયેલ પાકિસ્તાનને માન્યતા આપતું નથી કારણ કે પાકિસ્તાન ધાર્મિક આધાર પર પેલેસ્ટાઈનને માન્યતા આપે છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો સંઘર્ષ ભારત-પાકિસ્તાનના સંબંધોની જેમ જ વિશ્વભરમાં જાણીતો છે. 1948માં ભાગલા બાદ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન બે દેશ બન્યા. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે હજુ પણ ગાઝા (Gaza) ક્ષેત્રને લઈ દુશ્મનાવટ છે. ગાઝા ક્ષેત્ર પર બંને દેશો પોતપોતાનો દાવો કરતા રહ્યા છે.
ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેના સંઘર્ષનું વાસ્તવિક મૂળ પશ્ચિમ એશિયાનો તે વિસ્તાર છે જ્યાં યહૂદીઓ તેમના અધિકારોનો દાવો કરતા હતા, આ તે વિસ્તાર હતો જ્યાં સદીઓ પહેલા યહુદી ધર્મનો જન્મ થયો હતો. આ તે ભૂમિ હતી જ્યાં ખ્રિસ્તી ધર્મનો જન્મ થયો હતો. બાદમાં ઇસ્લામના ઉદય સાથે સંબંધિત ઇતિહાસ પણ અહીં લખવામાં આવ્યો હતો. યહૂદીઓ દ્વારા દાવો કરાયેલા આ વિસ્તારમાં, મધ્યયુગ સમયગાળામાં આરબ પેલેસ્ટિનિયનોની વસ્તી સ્થાયી થઈ હતી. 1922 થી આ વિસ્તાર બ્રિટિશ શાસન હેઠળ હતો. તેમ છતાં યહૂદીઓ અને પેલેસ્ટાઈન વચ્ચે વર્ચસ્વને લઈને ગૃહયુદ્ધ ચાલતું હતું.
ઈઝરાયેલ સૈન્ય શક્તિઓના આધારે ખૂબ જ મજબૂત દેશ માનવામાં આવે છે. તેની તાકાતને અમેરિકા સહિત આખી દુનિયા ઓળખે છે. મજબૂત સૈન્ય શક્તિ હોવા પાછળ ઘણા કારણો છે. તેમાંથી એક એ છે કે અહીં દરેક પરિવારમાંથી એક વ્યક્તિએ સેનામાં જોડાવું જરૂરી છે. સેનામાં જોડાવા માટે વ્યક્તિ પુરુષ છે કે સ્ત્રી તે વાતથી કોઈ ફરક પડતો નથી. ઈઝરાયેલમાં મહિલાઓને લશ્કરી તાલીમ લેવી પણ જરૂરી છે.
ઈઝરાયેલની સેના, નૌકાદળ અને વાયુસેના ખૂબ જ ગાઢ સંબંધો ધરાવે છે. એટલે કે સેનાની ત્રણેય પાંખ દરેક જરૂરી માહિતી એકબીજા સાથે શેર કરે છે અને દરેક ઓપરેશનની માહિતી ત્રણેય પાંખના અધિકારીઓને આપવામાં આવે છે. આ દેશની પોતાની સંરક્ષણ પ્રણાલી છે. ઈઝરાયેલ પોતાના સેટેલાઈટ્સ કોઈપણ દેશ સાથે શેર કરતું નથી. ઈઝરાયેલ અત્યાર સુધીમાં 7 મોટા યુદ્ધ લડી ચુક્યું છે અને દરેક વખતે જીત્યું છે.
ઇઝરાયેલ એક યહૂદી દેશ છે. તેના સ્થાપક અને પ્રથમ વડા પ્રધાન ડેવિડ બેન ગુરિયન નાસ્તિક હતા. વિશ્વમાં ગમે ત્યાં રહેતા યહૂદીને ઇઝરાયેલનો નાગરિક ગણવામાં આવે છે. અહીંની સત્તાવાર ભાષા અરબી અને હીબ્રુ છે. ઘણા મુસ્લિમ દેશો તેના દુશ્મન છે. ઇઝરાયેલની રાજધાની અને તેનું સૌથી પવિત્ર સ્થળ જેરૂસલેમ છે. તે વિશ્વના સૌથી જૂના શહેરોમાંનું એક છે. રાજધાની જેરુસલેમ બે વાર નાશ પામી છે