ન્યૂઝ18 ગુજરાતી : ભારતીય જનતા પાર્ટીએ પ્રમોદ સાવંતને ગોવાના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. ઓક્ટોબર 2018માં જ્યારે મનોહર પારિકર બીમાર હોવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ તેઓ ગોવાની રાજનીતિમાં સક્રિય થઈ ગયા હતા. ફેબ્રુઆરીમાં જ્યારે મનોહર પારિકરને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પ્રમોદ સાવંતે લોકોને આ અંગેની માહિતી આપી હતી. તો જાણીએ ગોવાના નવા મુખ્યમંત્રી વિશે....
ગત વર્ષે સપ્ટેમ્બરમાં કોંગ્રેસે પ્રમોદ સાવંતને વિધાનસભા અધ્યક્ષ પદેથી હટાવવા માટેની નોટિસ આપી હતી. કોંગ્રેસે દાવો કર્યો હતો કે ગોવાની બીજેપી સરકાર લઘુમતિમાં છે. છેલ્લા બે ત્રણ દિવસથી પ્રમોદ સાવંતનું નામ ખૂબ ચર્ચામાં હતું. એવી અટકળો લગાવવા આવી રહી હતી કે બીજેપીને સમર્થન કરનારા અન્ય પક્ષો પ્રમોદ સાવંતના નામ પર સહમત નહીં થાય.