

લંડનની અદાલતમાં વિજય માલ્યાએ કહ્યું કે કે તે બેન્કોએ તેમની સંપત્તિ ફ્રીઝ કરી દીધી છે, તેમણે ઉધાર પૈસા માંગી જીવન નિર્વાહ કરવુ પડી રહ્યું છે. માલ્યાના વકીલે અદાલતને જણાવ્યું હતું કે તેમના અસીલ પત્ની પિંકી લાલવાણી પાસેથી ઘણી રકમ ઉધાર પેટે લઈ ચુક્યા છે. અદાલતમાં એવું પણ જણાવવામાં આવ્યં કે પિંકી લાલવાણીનો વાર્ષિક પગાર 1.35 કરોડ રૂપિયા છે. પિંકી ગત વર્ષે જ ચર્ચામાં આવી હતી જ્યારે તેણે દારૂના વેપારી વિજય માલ્યા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યુ હતુ.


વિજય માલ્યાએ વર્ષ 2011માં પિંકી લાલવાણીને એર હોસ્ટેસની જોબ આપી હતી. આ દરમિયાન તેમની પ્રથમ વાર મુલાકાત થઈ હતી. પિંકી લાલવાણી કિંશફિશરની એડમાં પણ કરી ચુકી છે. આ સાથે તે કિંગફિશર કેલેન્ડર માટે પણ ફોટોશૂટ કરાવી ચુકી છે. પિંકી દેખાવે સુંદર છે, તેમની ઉંમર 39 વર્ષ છે.


પિંકી પાછલા કેટલાક સમયથી લંડનના હર્ટફોર્ડશર સ્થિત આલીશાન નિવાસમાં માલ્યાની સાથે રહે છે. અનેક લોકો કહે છે કે તેણે માલ્યા સાથે લગ્ન કર્યું છે, પરંતુ અમુક લોકોનું કહેવું છે કે તે માલ્યાની બિઝનેસ પાર્ટનર છે. માલ્યા અગાઉ બે લગ્ન કરી ચુક્યા છે.


વિજય માલ્યાનું પ્રથમ લગ્ન એર ઇન્ડિયાની પૂર્વ એર હોસ્ટેસ સમીરા તૈયબજી સાથે થયું હતું. સિદ્ધાર્થ માલ્યા સમીરા અને વિજયનો દીકરો છે. થોડા વર્ષો બાદ બંનેના છુટાછેડા થઈ ગયા. વર્ષ 1993માં માલ્યાએ નાનપણની મિત્ર રેખા સાથે લગ્ન કર્ય હતું. રેખાના અગાઉ બે લગ્ન થયા હતા. રેખાને પ્રથમ લગ્નથી કબીર અને લૈલા નામના બે સંતાનો હતા. લગ્ન બાદ માલ્યાએ લૈલાને દિકરી તરીકે એડોપ્ટ કરી લીધી હતી. માલ્યા રેખાના લગ્ન જીવનમાં લિએના અને તાન્યા નામની બે દિકરી થઈ છે.


પિંકી કિંગફિશરની એરહોસ્ટેસ બની ત્યારબાદ માલ્યાની નજીક આવી ગઈ હતી. બંને જણાએ લાંબો સમય સાથે વિતાવ્યો હતો. જ્યારે માલ્યાએ આઈપીએલમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ ખીરીદી ત્યારે પિંકી સતત માલ્યા સાથે જોવા મળતી હતી. આરસીબીની નાઇટ પાર્ટીમાં પણ તે માલ્યા સાથે જોવા મળતી હતી.


એ વખતે પિંકી આરસીબી ઑનરનું કાર્ડ પહેરીને સાથે જોવા મળતી હતી. મેચ દરમિયાન તેમની એન્ટ્રી પણ ટીમના માલિક જેવી થતી હતી. તે જ્યારે પણ મેચ જોવા જતી ત્યારે આરસીબીના રેડ યૂનિફોર્મમાં જ જોવા મળતી હતી. તે વર્ષ 2011થી જ માલ્યા સાથે રિલેશનશીપમાં હતી. આઈપીએલ જ નહીં ફોર્મ્યુલા વન રેસમાં પણ તે માલ્યા સાથે જોવા મળતી હતી.


વિજય માલ્યા અનેક ભારતીય બેન્કોના રૂપિયા 9,000 કરોડના દેવાદાર છે. લોનની રકમ ભરપાઈ કરવા માટે અનેક બેન્કોએ તેમની સંપત્તિ જપ્ત કરી અને હરાજીઓ કરી છે. પિંકી માલ્યાની બ્રિટન સ્થિત કંપનીની મોટી શેર હોલ્ડર છે. તે અનેક કંપનીઓ સાથે જોડાયેલી છે.


થોડા સમય પહેલાં પ્રકાશમાં આવેલા અહેવાલો મુજબ પિંકીએ બ્રિટનમાં અનેક વ્યવસાયો શરૂ કર્યા છે. તેમની કંપની બુટિક,આઇવેર, કોસ્મેટિક્સ, ઑપ્ટિકલ્સ અને અનેક પ્રકારના સામાન વેચવાનું કામ કરે છે.


પિંકી મૂળ દિલ્હીની વતની છે. તેમનો અભ્યાસ દિલ્હીને કોલેજમાં થયો હતો. પિંકીને અનેક વાર લંડનમાં સ્થિત વિજય માલ્યાની માતા અને પૂત્ર સિદ્ઘાર્થ સાથે જોવા મળી છે.