સુપ્રસિદ્ધ કથાવાચક જયા કિશોરી કોઈ પરિચયની મોહતાજ નથી. જયા કિશોરીનું નામ સાંભળતા જ લોકો તેમની કથામાં ડૂબી જાય છે. પોતાની મોટિવેશનલ સ્પીચના કારણે, પોતાની કથાઓની સાથે સાથે સુંદરતાના કારણે મોટા ભાગે ચર્ચામાં રહેતા કથાવાચક હંમેશા લોકોના દિલના રાજ કરે છે. હાલમાં જ આ કથાવાચક ફરી એક વાર લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે. (facebook)
આપને જણાવી દઈએ કે, હાલમાં જ કથાવાચકના લગ્નને લઈને ખૂબ ચર્ચા ચાલી રહી છે. છતરપુરમાં આવેલા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને જયા કિશોરીના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ થયું છે. જો કે, તેના પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ વાત ખોટી હોવાનું કહીને રદીયો આપ્યો છે.(facebook)