ગોલ્ડન ગ્લોબ રેસમાં ભાગ લેતા દરમિયાન દક્ષિણ હિન્દ મહાસાગરમાં ભારતીય નેવીના અધિકારી ટોમી ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ થયાના ત્રણ દિવસ પછી ફ્રાન્સીસ જહાજની મદદથી તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સમુદ્રી રસ્તાથી દુનિયાનું ચક્કર લગાવનાર અભિલાષ ટોમી પહેલા ભારતીય છે. તેમણે 2013માં આ કારનામું કર્યું હતું. તેઓ 30 હજાર માઇલની ગોલ્ડન ગ્લોબ રેસમાં સામેલ પહેલા એક માત્ર ભારતીય છે. તેઓ આ સમયે હિન્દ મહાસાગરના પર્થથી 1900 માઇલ દૂર સમુદ્રમાં ઇજાગ્રસ્ત હાલતમાં ફાસાયા હતા જેમને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા છે.
કોણ છે અભિલાષ ટોમી? : 5 ફેબ્રુઆરી 1979નો જન્મેના અભિલાષ ટોમી ભારતીય નૌસેનામાં કમાન્ડર છે. તેઓ મુંબઇમાં રહે છે. ગોવા યુનિવર્સિટીમાં સાયન્સમાં બેચલરની ડિગ્રી લીધા બાદ નૌસેનામાં જવાનો નિર્ણય કર્યો હતો. 1999માં ડિગ્રી પુરી કર્યાબાદ 2000માં તેઓ નૌસેનામાં ભરતી થયા હતા. 18 વર્ષથી તેઓ ભારતીય નૌસેના સાથે છે.
અભિલાષ ટોમીએ પોતાની લિંક્ડઇન પ્રોફાઇલમાં લખ્યું છે કે, "જ્યારે તેઓ 34 વર્ષના હતા ત્યારે દુનિયા ભરની સમુદ્રી યાત્રા માટે એકલા નીકળી પડ્યા હતા. 14 વર્ષ સુધી સપાનાને સાકાર કરીને જ જંપીને બેઠા હતા. 151 દિવસો સુધી જ્યારે હું સમુદ્રમાં હતો મેં હોડીનું ધ્યાન રાખ્યું હતું. મેં પોતાનું ધ્યાન રાખ્યું હતું ક્યારેક ક્યારેક થાક અને પાણીની ઉણપ, સતત તોફાન, ઠંડી, ગરમી બધું જ સહન કર્યું છે."