અજિત સિંહ, લખનઉ/અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir)ના ભૂમિ પૂજન બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની આગેવાનીમાં સંપન્ન થઈ થયું. ભૂમિ પૂજન બાદ અયોધ્યા સહિત સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ રહ્યો. દરેક સ્થળેથી ઉજવણીની તસવીરો સામે આવી. રામ મંદિર નિર્માણ અને તેના આંદોલન સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (PM Narendra Modi)નો વ્યક્તિગત સંબંધ રહ્યો છે. તેઓ જે ગોરક્ષપીઠના મહંત છે, તેનું રામ મંદિર આંદોલનમાં પેઢીઓથી યોગદાન રહ્યું છે. આ જ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અયોધ્યા પહોંચીને ગોરક્ષપીઠને યાદ કર્યું.
ગોરક્ષપીઠે 1934થી શરૂ કર્યો હતો સંઘર્ષ - નોંધનીય છે કે, રામ મંદિરને લઈ સંઘર્ષની ગોરક્ષપીઠના ત્રણ પેઢીઓની કહાણી 1934થી શરૂ થઈ અને ભૂમિ પૂજનની સાક્ષી બની છે. ભલે રામ જન્મભૂમિ પર ભગવાન રામના પ્રકટીકરણનો મામલો હોય, જ્યારે ગોરક્ષપીઠના તત્કાલીન મહંત દિગ્વિજય નાથ મહારાજ ઉપસ્થિત હતા કે પછી જ્યારે રામ મંદિરના તાળા ખોલવામાં આવ્યા.
તે સમયે યોગી આદિત્યનાથના ગુરુ અવૈદ્યનાથને રાત્રે સ્ટેટ પ્લેન મોકલીને તત્કાલીન મુખ્યમંત્રી વીર બહાદુર સિંહે બોલાવ્યા હતા. તેમની સામે રામ જન્મભૂમિના તાળા ખોલવામાં આવ્યા હતા. પછી પ્રતીકાત્મક શિલાન્યાસની વાત હોય જ્યારે અવૈદ્યનાથ જે યોગીના ગુરુ હતા, તેઓએ પાવડાથી રામચંદ્ર પરમહંસની સાથે શરૂઆત કરી હતી.