જ્યારે કોંગ્રેસ લાવી હતી રામ મંદિર પર વટહુકમ અને ભાજપે કર્યો હતો વિરોધ
25 વર્ષ પહેલા કોંગ્રેસ સરકાર અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વટહુકમ લાવી હતી. પરંતુ ભાજપે તેનો વિરોધ કર્યો હતો. જાણો શું હતો સમગ્ર મામલો? હવે સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલામાં મધ્યસ્થતાનો આદેશ આપ્યો છે. તેના માટે પેનલની રચના કરવાનો આદેશ આપ્યો છે.


સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે મધ્યસ્થતાનો આદેશ આપ્યો છે. તેના માટે પેનલની રચના કરવાનો આદેશ આપ્યો છે. આવતા સપ્તાહે ફૈજાબાદમાં મધ્યસ્થતા કરવામાં આવશે. ચાર સપ્તાહની અંદર મધ્યસ્થતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સોંપવા કહેવામાં આવ્યું છે. મધ્યસ્થતા બોર્ડના અધ્યક્ષ કલિફુલ્લાહ હશે. મધ્યસ્થોમાં ત્રણ-ત્રણ સભ્યો સામેલ હશે. મધ્યસ્થતા બોર્ડના સભ્યમાં શ્રી શ્રી રવિશંકરને સામેલ કરવામાં આવ્યા છે.


જાન્યુઆરી 1993માં બાબરી મસ્જિદ તોડી પડાયાના એક મહિના બાદ તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિમ્હારાવ સરકાર અધ્યાદેશ લાવી હતી.


7 જાન્યુઆરી 1993ના રોજ રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માએ તેને મંજૂરી આપી અને ગૃહમંત્રી એસબી ચવ્હાણે બિલને લોકસભા સમક્ષ રજૂ કર્યું.


રાવ સરકાર આ અધિનિયમથી માત્ર 2.77 એકર વિવાદિત ભૂમિ ઉપરાંત ચારેય તરફની 60.70 એકર જમીન પણ અધિગ્રહણ કરી રહી હતી.


ભાજપે આ અધ્યાદેશનો ખૂબ જ વિરોધ કર્યો. તત્કાલીન ભાજપ ઉપાધ્યક્ષ એસએસ ભંડારીએ તેને પક્ષપાતપૂર્ણ અને તુચ્છ ગણાવ્યો.


રાવ સરકારે અનુચ્છેદ 143 હેઠળ સુપ્રીમ કોર્ટની સલાહ માંગી. પરંતુ સુપ્રીમ કોર્ટે સલાહ આપવાની ના પાડી દીધી.


સુપ્રીમ કોર્ટે એક્ટના એક ખંડને રદ કરી દીધું. જેમાં તમામ સુનાવણીઓને ખતમ કરવાની વાત કહેવામાં આવી. પરંતુ અયોધ્યા એક્ટ રદ ન થયો.