ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (Economic Intelligence Unit)એ દુનિયાના સૌથી મોંઘા શહેરોની યાદી (World’s Most Expensive Cities) જાહેર કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ લિસ્ટમાં ઇઝરાયલના તેલ અવીવ (Israel Tel Aviv) શહેરને ટોચ પર રાખવામાં આવ્યું છે. બુધવારે પ્રકાશિત સર્વે મુજબ તેલ અવીવ દુનિયાનું સૌથી મોંઘુ શહેર છે, જ્યાં વધી રહેલી મોંઘવારીએ વૈશ્વિક સ્તર પર રહેવાનો ખર્ચ વધારી નાખ્યો છે. સૌથી મોંઘા શહેરોમાં પેરિસ અને સિંગાપોર સંયુક્ત રૂપે બીજા ક્રમાંકે છે. તો દમિશ્કને રહેવા માટે દુનિયાનું સૌથી સસ્તું શહેર જાહેર કરવામાં આવ્યું.