કોરોના કાળના સંકટ વચ્ચે સામાન્ય માણસની સમસ્યા રોજને રોજ વધી રહી છે. અહીં શાકભાજીના વધતા ભાવે રસોડાનું બેજટ બગાડ્યું છે. રોજની વસ્તુઓ સૌથી વધુ ઉપયોગમાં થતી વસ્તુઓ જેવી કે ટમેટા, બટાકા-ડુંગળી ભાવમાં ગત એક મહિનામાં જોરદાર વધારો થયો છે. ટમાટાના ભાવ તો 100 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો છે. આ વચ્ચે ઉપભોક્તા મંત્રાલયે સોમવારે કોલકત્તામાં ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો નોંધવામાં આવ્યા છે. અને સપ્ટેમ્બરથી કોલકતામાં ટામેટાના ભાવમાં 40 રૂપિયા પ્રતિ કિલોનો વધારો જોવા મળ્યો છે.
ખાલી ટામેટા જ નહીં પણ બટાકા અને ડુંગળીના ભાવો પર સતત વધી રહ્યા છે. બટેકાની જ વાત કરીએ તો મોટાભાગની જગ્યાએ ભાવ 35-40 રૂપિયા ભાવ છે. અને કેટલીક જગ્યાએ તો ભાવ 45 પ્રતિ કિલો થઇ ગયો છે. ઉપભોક્તા મંત્રાલયે મુજબ સોમવારે દિલ્હીમાં બટાકાના ભાવ 37 ટકા પ્રતિ કિલો, ગુરુગ્રામમાં 35 રૂપિયા અને શિમલામાં 45 રૂપિયા નોંધવામાં આવ્યો છે.
વરસાદ પછી શાકભાજીની બજારોમાં સપ્લાય પણ ઓછો આવી રહ્યો છે. જેના કારણે પણ કિંમત વધી રહી છે. વળી ગત થોડા સમયમાં ડીઝલના ભાવનો વધારો તેમાં જોડાવામાં આવ્યા છે. કારણ કે ખેતરથી શાકભાજીની બજાર સુધી જે વહાનોમાં શાક જાય છે તેનો ભાવ પણ શાકભાજી પર લાગે છે. અને આ તમામ વાતોના કારણે ગત એક મહિનામાં શાકભાજીના ભાવોમાં વધારો જોવા મળ્યો છે.