Home » photogallery » national-international » ખેડૂતો માટે મહત્વનાં સમાચાર! અહીં ભર શિયાળે પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ખેડૂતો માટે મહત્વનાં સમાચાર! અહીં ભર શિયાળે પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા શુક્રવારે જારી કરાયેલી આગાહી અનુસાર એક્ટિવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 21 થી 27 જાન્યુઆરી સુધી પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર અને 23 થી 27 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોને અસર કરશે.

विज्ञापन

  • 16

    ખેડૂતો માટે મહત્વનાં સમાચાર! અહીં ભર શિયાળે પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

    Weather Updates: સમગ્ર ભારત હાલ હિમાલયના ઠંડા પવનમાં ઠુંઠવાઈ રહ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં પારો ગગડી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં માવઠાની આશંકા વ્યકત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર પશ્ચિમ ભારતમાં આ મહિનાના અંતે જોવા મળી શકે છે. ખાસ કરીને નોંધપાત્ર અસર દિલ્હીમાં 24થી 27 જાન્યુઆરી સુધી રહેશે અને વરસાદ પડવાની સંભાવના છે.

    MORE
    GALLERIES

  • 26

    ખેડૂતો માટે મહત્વનાં સમાચાર! અહીં ભર શિયાળે પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

    ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા શુક્રવારે જારી કરાયેલી આગાહી અનુસાર એક્ટિવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 21 થી 27 જાન્યુઆરી સુધી પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર અને 23 થી 27 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોને અસર કરશે.

    MORE
    GALLERIES

  • 36

    ખેડૂતો માટે મહત્વનાં સમાચાર! અહીં ભર શિયાળે પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

    IMDની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે ઉત્તર પશ્ચિમ ભારતના પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનના મેદાની વિસ્તારના ભાગોમાં 23 જાન્યુઆરીની રાતથી વરસાદ અથવા પવન અને ભેજ સાથેનું તોફાન શરૂ થવાની આશંકા છે. ત્યારબાદ 24 થી 26 જાન્યુઆરી દરમિયાન પીક એક્ટિવિટીની શક્યતા છે.

    MORE
    GALLERIES

  • 46

    ખેડૂતો માટે મહત્વનાં સમાચાર! અહીં ભર શિયાળે પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

    દિલ્હી, હરિયાણા અને ચંદીગઢ માટે 23 જાન્યુઆરીએ હળવા, છૂટાછવાયા વરસાદની આગાહી અને 24 થી 27 જાન્યુઆરી સુધી હળવા અથવા મધ્યમ છૂટાછવાયાથી એકદમ વ્યાપક વરસાદ અથવા ગાજવીજ-ભારે કડાકા સાથે વરસાદની આગાહી છે. લગભગ 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે 23 અને 24 જાન્યુઆરીએ દિલ્હી, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મજબૂત સરફેસ વિન્ડ સ્ટ્રોમની પણ શક્યતા છે.

    MORE
    GALLERIES

  • 56

    ખેડૂતો માટે મહત્વનાં સમાચાર! અહીં ભર શિયાળે પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

    IMD દ્વારા શનિવારે જાહેર કરાયેલા અપડેટમાં જણાવ્યું કે Western Disturbance ઉત્તર પાકિસ્તાન અને નજીકના જમ્મુ અને કાશ્મીર પર સર્જાશે પરંતુ વધુ એક એક્ટિવ વેસ્ટર્ન ડિસ્ટરબન્સ પૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે અને 23 થી 27 જાન્યુઆરી સુધી ઉત્તરપશ્ચિમ ભારત પર ‘અરબી સમુદ્રમાંથી ઉચ્ચ ભેજ સાથે વધુ તીવ્ર બનશે’.
    ભૂમધ્ય પ્રદેશમાં ઉદ્ભવતા અને ઉત્તર પશ્ચિમ ભારતમાં શિયાળામાં વરસાદ લાવતા તોફાનોને પશ્ચિમી વિક્ષેપ(Western Disturbance) કહેવાય છે.

    MORE
    GALLERIES

  • 66

    ખેડૂતો માટે મહત્વનાં સમાચાર! અહીં ભર શિયાળે પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

    શીત લહેર ઘટવા સાથે શનિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે શુક્રવારે નોંધાયેલ મહત્તમ તાપમાન 23.1 ડિગ્રી સેલ્સિયસ હતું, જે વર્ષના આ સમય માટે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધારે હતું. આગામી છ દિવસમાં મહત્તમ તાપમાન 22 અથવા 23 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 6 થી 10 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે.

    MORE
    GALLERIES