મુંબઈ : મહારાષ્ટ્રમાં સતત વરસાદ (heavy rainfall in maharashtra)વરસી રહ્યો છે. મુંબઈમાં (heavy rainfall in mumbai)14 જુલાઇ સુધી IMDએ ઓરેન્જ એલર્ટ (IMD Alert)જાહેર કર્યું છે. બીએમસીએ શહેર અને ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદની (heavy rain)સંભાવના વ્યક્ત કરી છે. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફુંકાઇ શકે છે. ભારે વરસાદના કારણે મુંબઈ જનાર લોકોએ સાવધ રહેવું પડશે. નહીંતર મુશ્કેલીમાં ફસાઇ શકે છે. (ફાઇલ ફોટો)
મુંબઈ ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્રએ જાણકારી આપી છે કે આગામી સમયમાં મુંબઈ, પાલઘર, ઢાણે, રાયગઢ, પૂણેના ઘાટ ક્ષેત્રો, સતારા, નાંદેડ, લાતૂર જિલ્લામાં અલગ-અલગ સ્થાનો પર મધ્મમથી તીવ્ર વરસાદ થવાની સંભાવના છે. આઈએમડીએ મહારાષ્ટ્રના કોલ્હાપુર, પાલઘર, નાસિક, પૂણે અને રત્નાગિરી જિલ્લા માટે 14 જુલાઇ સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ માટે આગામી 3 દિવસો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. (ફાઇલ ફોટો)
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સોમવારે ભારે વરસાદના કારણે ઘણી નદીઓનું જળ સ્તર વધવાથી ગઢચિરૌલી જિલ્લામાં ત્રણ વ્યક્તિ લાપતા છે. અધિકારીઓએ જણાવ્યું કે નાસિક જિલ્લામાં ભારે વરસાદ થયો છે જેમાં ઘણી નદીઓનું જળસ્તર વધી ગયું છે અને ગોદાવરીમાં નદીતળ પર સ્થિત મંદિર ડુબી ગયા છે. આઈએમડીએ આગામી 24 કલાકમાં 20 સેન્ટીમીટરથી વધારે વરસાદ થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. એક અધિકારીના મચે નાસિક જિલ્લાના સુરગનામાં સૌથી વધારે 238.8 મિલિમીટર વરસાદ નોંધાયો છે. (ફાઇલ ફોટો)
ગુજરાત માટે 24 કલાક 'ભારે' - ગુજરાતમાં હાલ મેઘરાજાની તોફાની બેટિંગ (Gujarat Heavy Rain) જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત (South Gujarat rain forecast) અને સૌરાષ્ટ્રના વિસ્તારો જળબંબાકાર થયા છે. આ દરમિયાન હવામાન વિભાગે (Meteorological Department) 12મી જુલાઈના સવારે 8.30 વાગ્યાથી 13મી જુલાઈના સવારે 8.30 વાગ્યાની એટલે કે 24 કલાકની વરસાદની આગાહી (Gujarat rain forecast) કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. આ દરમિયાન 14 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદ શહેરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે.