ઉત્તર ભારતમાં ફરી એકવાર કડકડતી ઠંડીની શરુઆત થઈ ગઈ છે, દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ઘણી ટ્રેનોના ટાઇમટેબલને ઠંડીની અસર થઈ છે, ધૂમ્મસના કારણે કેટલીક ટ્રેનો મોડી ચાલી રહી છે. દેશના કેપિટલ સિટીમાં કૉલ્ડ વેવ કન્ડિશન ઉભી થઈ છે. ભારતીય હવામાન વિભાગે રવિવાર માટે દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વિઝિબ્લિટી લો હોવાના કારણે ઘણી ફ્લાઈટના ટાઇમટેબલ પર પણ અસર થઈ રહી છે.
મુસાફરે હવામાન અંગે પોતાનો અનુભવ શરે કરીને જણાવ્યું કે, "એરપોર્ટ પર વિઝિબ્લિટી કોલ્ડ વેવના કારણે ઘણી જ લો છે, અમે ઠંડીનો અનુભવ કર્યો છે." રવિવારના વહેલી સવારના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં દેખાય છે કે વિઝિબ્લિટી ઘણી જ લો છે. આ જ રીતે ઘણી ટ્રેનોને પણ ધૂમ્મસના કારણે માઠી અસર પડી રહી છે. જેમાં મહાબોધી એક્સપ્રેસ, ફરક્કા એક્સપ્રેસ, સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ, ગોરખધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ અને પદ્માવતી એક્સપ્રેસ સહિતની ટ્રેનોનો સમાવેશ થાય છે.