આ વર્ષે લૉકડાઉનના કારણ ભારતની આબોહવામાં ઘણું પરિવર્તન આપણે જોયું. સ્વચ્છ થયેલી નદીઓ અને દૂરદૂરથી દેખાતા પહાડોના નજારા સૌએ જોયા. ચોમાસા બાદ થોડા સમય પહેલાં સુધી દેશના અનેક રાજ્યો પૂરના પ્રકોપથી પરેશાન હતા. દરમિયાન હવે હવામાન જાણકારોએ (Climate Scientiest) દ્વારા આ શિયાળામાં સામાન્ય કરતા વધારે ઠંડી પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
સમગ્ર વિશ્વના હવામાનને પ્રભાવિત કરતી અનેક પ્રકારની ગતિવિધિઓમાની એક અલનીનો ઇફેક્ટ છે. અલનીનો (ENSO)ને સમજવું થોડું મુશ્કેલ છે. જોકે, લા નીના તેનો જ એક ભાગ છે. પ્રશાંત મહાસાગરની સપાટી પર પાણી અને હવાના તાપમાનની અનિયમિત રીતે અંતર આવતું રહે છે. આ સ્થિતિને ENSO કહેવામાં આવે છે. ફક્ત સપાટીનું તાપમાન જ નહીં પરંતુ આ કન્ડિશનના કારણે સમગ્ર વિશ્વમાં વરસાદ, તાપમાન અને ઠંડી સાથે જોડાયેલી પેટર્નમાં પરિવર્તન આવે છે.
ક્લાઇમેટ વૈજ્ઞાનિકોના માધ્યમથી પ્રકાશિત રિપોર્ટને માનીએ તો મહાબળેશ્વરમાં કરા પડવા કે પછી તમિલનાડુ અને અન્ય ભાગોમાં કોલ્ડ વેવ્સ આ તમામનો સબંધં ક્યાકને ક્યાક લા નીના સાથે જોડાયેલો છે. લાનીનાના કારણે ઉત્તર દક્ષિણનું લોપ્રેશર સર્જાય છે અને તેની અસરના કારણે કોલ્ડવેવ સર્જાય છે. આ રિપોર્ટમાં ઉલ્લેખ છે કે આ અસરના કારણે આ વર્ષે શિયાળામાં શીત લહેર જોવા મળી શક છે. આ લહેર વારંવાર જોવા મળી શકે છે. પ્રતિકાત્મક તસવીર