કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ઉત્તર પ્રદેશના અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડશે, તેમણે ગુરૂવારે આ બેઠક માટે ફોર્મ પણ ભરી દીધું હતું. ફક્ત રાહુલ ગાંધી જ નહીં પરંતુ તેમના પિતા રાજીવ અને માતા ઇન્દિરાનો પણ આ બેઠક સાથે ભાવનાત્મક સંબંધ રહ્યો છે. આવો જાણીએ વાયનાડ બેઠક વિશે
2/ 11
વાયનાડ કેરળની સુંદર જગ્યાઓમાંનું એક છે. આ સ્થળ ટ્રાવેલ અને હનીમૂન ડેસ્ટિનેશન છે. આ કેરળના ટોપ-5 ડેસ્ટિનેશનમાનું એક છે.
3/ 11
હકીકતે વાયનાડની રાજકીય કરતાં વધારે પર્યટન સ્થળ તરીકેની ઓળક છે. જો તમે ગૂગલમાં વાયનાડ વિશે સર્ચ કરશો તો તમને તેના સુંદર નજારાઓ જ જોવા મળશે.
4/ 11
વાયનડની ગ્રીનરી, જંગલ, વાઇલ્ડ લાઇફ માટે જાણીતું છે. ત્યાં ચેમ્બરા પીક સુધી ટ્રેકિંગ, એડક્કલની ગુફાઓ, નિયોલિધિક અને મેસોલિધિક યુગના નક્શીકામો છે, જે અદભૂત છે.
5/ 11
ગ્રીનરી ઉપરાંત વાયનાડ મસાલા, જાત જાતના તેલ, ચૉકલેટ, નારિયળ ફાઇબર અને હસ્તકળા માટે પણ ખૂબ જ જાણીતું છે.
6/ 11
કેરળ ટૂરિઝમ મુજબ, ચેમ્બરા પીક 21,00 મીટરની ઉંચાી પર છે, જ્યાંથી સમગ્ર વાયનાડ જોવા મળે છે. ચેમ્બરા પીકની ટોચથી સમગ્ર વાયનાડનું દુર્લભ દૃશ્ય જોવા મળે છે.
7/ 11
વાયનાડની દક્ષિણ પૂર્વે મીનમુટ્ટી ધોધ આવેલો છે જે ખૂબ જ જાણીતો છે.
8/ 11
આ ઉપરાંત વાયનાડમાં ચેતલયમ પક્ષીપાતાલમ, બ્રહ્મગિરીની ગિરિમાળા, અને બાણાસુરા સાગર બાંધ જોવા લાયક છે.
9/ 11
વાયનાડમાં ચા-કોફી, મસાલા, મધ, જડીબુટ્ટી, વગેરેની ખેતી થાય છે. અહીંયા પહોંચવા માટે નજીકનું રેલવે સ્ટેશન કોઝિકો (કાલીકટ) છે, જે વાયનાડથી 62 કિલોમીટર દૂર છે, જ્યારે નજીકનું એરપોર્ટ પણ કોઝિકોડ જ છે જે વાયનાડથી 65 કિલોમીટર દૂર છે.
10/ 11
વાયનાડ સીટ હાલમાં પણ કોંગ્રેસ પાસે જ છે. અહીંયાના સાંસદ એમઆઈ શનવાસ છે. તેમણે પાછલી ચૂંટણીમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના ઉમેદવાર સત્યેન મોકરી સામે જીત મેળવી હતી.
11/ 11
વાયનાડ સીટ વર્ષ 2009માં પરીમસીનથી અલગ થઈ હતી. ત્યારથી અત્યાર સુધી આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર શનવાસ જ જીતી રહ્યાં છે.