Home » photogallery » national-international » આ દેશમાં માપીને પાણી આપવામાં આવે છે, ખેતી ભૂલી જાવ; જો વધારે પાણી પીવો તો પણ થાય છે સજા!

આ દેશમાં માપીને પાણી આપવામાં આવે છે, ખેતી ભૂલી જાવ; જો વધારે પાણી પીવો તો પણ થાય છે સજા!

Water Quota System: આપણા દેશમાં પાણીની અછત તો છે, પરંતુ હજુ સુધી વેચવાની નોબત નથી આવી. આજે અમે તેમને એક એવા દેશ વિશે જણાવીશું કે, જ્યા પાણી વેચાતુ મળે છે. જો કે આવી તસવીરો થોટા સમય પછી આપણા દેશમાં પણ જોવા મળી શકે છે. કારણ કે, આપણા દેશમાં પણ પાણીનો ખુબ જ બગાડ થઈ રહ્યો છે. (તમામ તસવીરો: Canva)

  • 15

    આ દેશમાં માપીને પાણી આપવામાં આવે છે, ખેતી ભૂલી જાવ; જો વધારે પાણી પીવો તો પણ થાય છે સજા!

    પાણીને લઈને ઘણી વાર એવા સમાચાર સામે આવ્યા છે કે, જો આપણે પાણીનો સમજી વિચારીને ઉપયોગ નહીં કરીએ તો લોકો પાણી વગર મરી જવાના છે. જો તમે પણ આ વાતને માત્ર વાત જ સમજી રહ્યા છો તો અમે તમને એવા દેશ વિશે જણાવીશું કે, જ્યા પાણીની અછતને ધ્યાને રાખીને તેને ક્વોટા નક્કી કરવાનો સમય આવી ગયો છે.

    MORE
    GALLERIES

  • 25

    આ દેશમાં માપીને પાણી આપવામાં આવે છે, ખેતી ભૂલી જાવ; જો વધારે પાણી પીવો તો પણ થાય છે સજા!

    ટ્યુનિશિયામાં રાશનની જેમ પાણી પીવા માટે પણ ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. આ દેશમાં પાવાનું પાણી પણ માપીને આપવામાં આવે છે. અહીં આગામી 6 મહિના માટે પીવાના પાણીની ક્વોટા સિસ્ટમ લગાવવામાં આવી છે. એટલું જ નહીંને પણ અહીં ખેતી કરવા માટે પાણીના ઉપયોગ કરવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ કરવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 35

    આ દેશમાં માપીને પાણી આપવામાં આવે છે, ખેતી ભૂલી જાવ; જો વધારે પાણી પીવો તો પણ થાય છે સજા!

    ટ્યુનિશિયાના કૃષી મંત્રાલય દ્વારા જણાવ્યા પ્રમાણે કેટલાય મહિનાથી આ દેશમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે. આ દેશમાં બંધોમાં પાણીની ક્ષમતા માત્ર 30 ટકા જ રહી છે. કારણ કે, આ દેશમાં પાછલા વર્ષે વરસાદ ખુબ જ ઓછો થયો હતો જેથી આવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.

    MORE
    GALLERIES

  • 45

    આ દેશમાં માપીને પાણી આપવામાં આવે છે, ખેતી ભૂલી જાવ; જો વધારે પાણી પીવો તો પણ થાય છે સજા!

    પરિસ્થિતિ જોતા 6 મહિના માટે પાણીનો ક્વોટા નક્કિ કરવામાં આવી છે. આ સાથે સાથે કાર ધોવી અને ઝાડવાને પાણી આપવા પર પણ પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. કોઈપણ જાહેર સ્થળની સફાઈ માટે પાણીના ઉપયોગ પર પ્રતિબંધ છે.

    MORE
    GALLERIES

  • 55

    આ દેશમાં માપીને પાણી આપવામાં આવે છે, ખેતી ભૂલી જાવ; જો વધારે પાણી પીવો તો પણ થાય છે સજા!

    એટલું જ નહીં પણ જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેને દંડ સાથે સાથે સજા પણ કરવામાં આવે છે. પાણીના કાયદા પ્રમાણે નિયમ તોડવા પર 6 દિવસથી લઈને 6 મહિના સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવલી છે. પાણી પરના ક્વોટાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે અહીં ઉત્પાદન ઓછું હોવાથી મોંઘવારી પણ વધી ગઈ છે.

    MORE
    GALLERIES