પ્રેમ સંબંધ અને લગ્ન પહેલા ફિઝિકલ રિલેશન બનાવવું આજે પણ કેટલાય દેશોમાં પાપની માફક જોવામાં આવે છે. ઈરાક, પાકિસ્તાન, ઈંડોનેશિયા અને કેટલાય અરબ દેશોમાં તેને લઈને કડક નિયમ પણ છે, તેના વિશે જાણીને આપના રુંવાડા ઊભા થઈ જસે. પણ દુનિયાના ઘણાયે એવા પણ દેશ છે, જે આ મામલામાં ખૂબ જ ઉદારવાદી વિચાર ધરાવે છે. અહીં લગ્ન પહેલા પ્રેમ સંબંધ, લિવ ઈન રિલેશનશિપમાં રહેવા અથવા તો લગ્ન વિના મા બનવાનું ક્રાઈમ નથી. Pew Research Centerના વર્ષ 2018ના રિપોર્ટમાં મળેલી જાણકારી અનુસાર, રિસર્ચ સેન્ટરમાં 40 દેશોના લોકોને સવાલ કરવામાં આવ્યો કે, અવિવાહિત લોકોની વચ્ચે શારીરિક સંબંધ બનાવવો નૈતિક છે. અનૈતિકતા અથવા તો નૈતિકતાનો મામલો છે જ નહીં. લોકોએ તેના વિશે ખુલીને પોતાનો મત રજૂ કરવો જોઈએ.
જર્મનીમાં લગ્ન પહેલા સંબંધ બનાવવો અથવા તો લગ્ન વગર બાળકો પેદા કરવા સામાન્ય વાત છે. અહીં 6 ટકા લોકો લગ્ન પહેલા સંબંધ બનાવાનું નૈતિક રીતે અસ્વીકાર્ય ગણાવ્યું જ્યારે 57 ટકા લોકોએ લગ્ન પહેલા સંબંધ બનાવાનું નૈતિક રીતે સ્વીકાર્ય છે. તો વળી 34 ટકા લોકોએ કહ્યું કે, તેમા નૈતિકતા-અનૈતિકતાની કોઈ વાત નથી. ગ્રામ નામની વેબસાઈટની વર્ષ 2009ના રિપોર્ટ અનુસાર, જર્મનીમાં 2007 સુધી 30 ટકા મહિલાઓ અવિવાહીત મા બની ચુકી હતી. 1980 સુધી તે પરસેંટેઝ 12 ટકા સુધી હતું. સ્ટેટિસ્ટા વેબસાઈટની 2018ના રિપોર્ટ અનુસાર તે પરસેંટેજ 33.9 ટકા સુધી પહોંચી ગયો હતો.
પિયુ રિસર્ચ સેન્ટરની યાદી અનુસાર, ફ્રાન્સમાં પણ લગ્ન પહેલા શારીરિક સંબંધ બનાવાનું ખૂબ જ કોમન છે. ફ્રાન્સમાં 47 ટકા લોકો માટે લગ્ન પહેલા સંબંધ બનાવવો નૈતિક છે અને 47 ટકાનું માનવું છે કે તેમાં નૈતિક અનૈતિક જેવી કોઈ વાત નથી. ફ્રાન્સમાં લગ્ન વગર માતાઓ બનેલી મહિલાની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. અહીં 1980 સુધી 11 ટકા મહિલાઓ પરણ્યા વગર માતા બની હતી, પણ 2018 સુધી આ આંકડા 60.4 ટકા સુધી પહોંચી ગયા હતા.
સ્પેનમાં પણ લોકો ખૂબ મોર્ડન વિચાર ધરાવે છે અને તેમના માટે લગ્નથી પહેલા શારીરિક સંબંધ બાંધવો કોમન છે. સ્પેનમાં લગ્ન પહેલા સહમતીથી સંબંધ બાંધવાની ઉંમરને 14થી વધારીને 16 વર્ષ કરી દીધી છે. અહીં ફક્ત 8 ટકા લોકોનું એવું માનવું છે કે, લગ્ન પહેલા શારીરિક સંબંધ બનાવવા અનૈતિક છે. જ્યારે 52 ટકા લોકોનું માનવું છે કે, તે નૈતિક છે અને 39 ટકા લોકોનું માનવું છે કે, તેમાં નૈતિક-અનૈતિક જેવી કોઈ વાત નથી. આ ફક્ત એક મામૂલી ક્રિયા છે. બીજી તરફ લગ્ન વગર માતા બનતી મહિલાની સંખ્યામાં પણ ખૂબ વધારો થયો છે. ગ્રો વેબસાઈટ અનુસાર, 1980 સુધી 4 ટકા મહિલાઓ જ લગ્ન પહેલા મા બનતી હતી, પણ 2007 સુધી કે 28 ટકા થઈ ગયું અને સ્ટેટિસ્ટાના રિપોર્ટ અનુસાર, 2018 સુધી આ આંકડો 44.6 ટકા થઈ ચુક્યો છે.
ચેક રિપબ્લિક લગ્ન પહેલા શારીરિક સંબંધ બનાવવા અથવા લગ્ન બાદ બાળકો પૈદા કરવાને લઈને આ મામલામાં સૌથી ઉદાર દેશ માનવામાં આવે છે. અહીંના રિલેક્સ અપ્રોચને જોતા બ્રિટેનથી લઈને દુનિયાના અન્ય દેશોના લોકો અહીં પાર્ટી કરવા આવે છે. પિયુ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ અનુસાર, અહીં ફક્ત 10 ટકા લોકો માને છે કે, લગ્નથી પહેલા શારીરિક સંબંધ અનૈતિક છે અને તેને નૈતિક માનનારા લોકોની સંખ્યા 67 ટકા છે, નૈતિક-અનૈતિકથી હટીને 18 ટકા લોકો માને છે. અહીં 48.5 ટકા બાળકો લગ્ન વગર પેદા થયા છે.
અમેરિકામાં લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધવો ગેરકાયદેસર નથી. અહીં મા બનવા માટે મહિલાની પર્સનલ ચોઈસ સાથે જોડીને જોવામાં આવે છે. નહીં કે લગ્ન સાથે જોડીને. પિયુ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ અનુસાર, 30 ટકા લોકોનું માનવું છે કે, લગ્ન પહેલા સંબંધ બનાવવો અનૈતિક છે. તો વળી 29 ટકા લોકોને લાગે છે કે, તે નૈતિક છે અને 36 ટકા લોકોને લાગે છે કે, તેમાં નૈતિક-અનૈતિક જેવી કોઈ વાત નથી. એક રિપોર્ટ અનુસાર, 2020 સુધી લગ્ન પહેલા બાળકોના મામલામાં અમેરિકાના 40થી 50 ટકા આ સંખ્યા હતી.
અમેરિકા અથવા યૂરોપિય દેશોથી બહારની વાત કરીએ તો, લગ્ન પહેલા સંબંધ અથવા બાળકો પેદા કરવાના મામલામાં લૈટિન અમેરિકી દેશ વધારે ઉદાર છે. યેલ યૂનિવર્સિટીની યેલ ગ્લોબલ વેબસાઈટની વર્ષ 2017ના રિપોર્ટ અનુસાર, બ્રાઝિલ, ચિલી, કોસ્ટા રીકા, જમાયકા, મેક્સિકો, કોલંબિયા, જેવા દેશોમાં લગ્ન પહેલા 60 ટકા બાળકો પેદા થાય છે. જ્યારે આ તમામ દેશોમાં લગ્નથી પહેલા શારીરિક સંબંધની ટકાવારી ખૂબ વધારે હતી. વેનેઝુએલામાં 61 ટકા લોકોને આમાં કોઈ વાંધો લાગતો નથી.