<br />પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેના પગલે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે સોનિયા ગાંધી, પૂર્વ પડાપ્રધાન મનમોહન સિંહ રામલીલા મેદાનમાં ધરણામાં સામેલ થવા પહોંચ્યા હતા. આંદોલન દરમિયાન દેશભરમાં રેલવે અને યાતાયાતના અન્ય સાધનને અસર પહોંચી છે. આમ લોકોને ભારે મુશ્કેલીઓનો સામન કરવો પડી રહ્યો છે. આ તસવીર કર્ણાટકના કોલારની છે જ્યાં લોકો ચુલા ઉપર ચા બનાવીને વિરોધ પ્રદર્શન કરે છે.