

વારાણસીના યુવા વૈજ્ઞાનિકે ભારતીય સેના માટે એક જૂતા તૈયાર કર્યા છે, જે ફક્ત ઘૂસણખોરીને જ નહીં રોકે પરંતુ, વીસ કિમી દૂરથી ઘુસણખોરોનો અવાજ સાંભળીને ગોળીઓ પણ ચલાવી શકે છે. પીએમ મોદીના સંસદીય મત વિસ્તારના યુવા વૈજ્ઞાનિક શ્યામ ચૌરસિયાએ આ પરાક્રમ કર્યું છે. શ્યામ અશોક સંસ્થામાં સંશોધન અને વિકાસનો હવાલો સંભાળે છે. શ્યામે એક જૂતા ડિઝાઇન કર્યા છે જે દુશ્મનોના છક્કા છોડાવી શકે છે, અને તેમના પર ફાયરિંગ કરી શકે છે. શ્યામના મતે, આ જૂતામાં બે ફોલ્ડિંગ 9 એમએમની ગન બેરલ લગાવવામાં આવી છે, જે અવાજ શોધી કાઢીને થોડી જ સેકંડમાં ફાયર કરી શકે છે.


આ જૂતા રેડિયો ફ્રીક્વન્સીઝ અને મોબાઇલ નેટવર્ક પર પણ કામ કરે છે. લગભગ સાડા છસો ગ્રામના આ જૂતા રબર અને સ્ટીલની પ્લેટોને મિક્સ કરીને તૈયાર કરવામાં આવ્યા છે. આનાથી દુશ્મનો ઉપર માત્ર ગોળીઓ વરસશે જ નહીં, પરંતુ સિયાચેન અને અન્ય ઠંડા પ્રદેશોમાં સૈનિકોને ગરમ પણ રાખશે. આ માટે જૂતામાં વિશેષ પ્રકારનું હીટર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. કેટલીક અન્ય સુવિધાઓની વાત કરીએ તો તેમાં સોલર ચાર્જિંગ સિસ્ટમ, સ્ટીલ શીટ, એલઇડી લાઇટ, સોલર પ્લેટ રેડિયો સર્કિટ, સ્વીચ અને ઇલેક્ટ્રોનિક ટ્રિગરની સાથે વાઇબ્રેશન મોટર પણ છે.


શ્યામના જણાવ્યા અનુસાર જૂતાના લેસર સેન્સર અને માનવ સેન્સરને બોર્ડરમાં મૂકવામાં આવશે. જેવા સીમા પર કોઈ દુશ્મન સેન્સરની રેન્જમાં આવશે, સેન્સર સક્રિય મોડમાં આવશે. આ પછી, સિગ્નલ સીધા જૂતામાં આવશે અને જૂતામાંનો એલાર્મ બીપ વગાડવાનું શરૂ કરશે. ઘુસણખોરોને યોગ્ય જવાબ આપવા સૈનિકો તરત જ તૈયાર થઈ જશે.


સજાગ રહેવા ઉપરાંત, વિચિત્ર સંજોગોમાં સૈનિકો જૂતા સાથે દુશ્મન પર પણ ગોળીબાર કરી શકે છે. આ જૂતા આગળ અને પાછળ બંને બાજુ ફાયર કરી શકે છે. શ્યામ કહે છે કે, તેઓ આ પ્રયોગ અંગે ભારત સરકાર, સંરક્ષણ પ્રધાનને પત્ર લખશે જેથી વહેલી તકે સેનાના જવાનોને આ જૂતા મળવાથી તેમને વધુ મજબૂત બનાવવામાં આવે. શ્યામે કહ્યું હતું કે, તેના સેન્સરને હજુ આગળ પણ વધારી શકાય છે. આ ફક્ત ડેમો માટે રચાયેલ છે.