વારાણસી: મહાદેવનો અદ્ભુત દરબાર, જ્યાં માંસ અને માછલી સાથે ચઢે છે મદિરાનો ભોગ, જુઓ PHOTOS
Varanasi News: આ સાંભળીને જરાં વિચિત્ર લાગશે કે મહાદેવનો આવો કેવો દરબાર છે જ્યાં મહાદેવ એક સાથે સાત્વિક, રાજસી અને તામસી ત્રણેય રૂપોમાં વિરાજિત હોય છે. ધર્મની નગરી કાશીમાં શરદ ઋતુનાં વિશેષ દિવસે બાબાનો ત્રિગુણાત્મક શ્રૃંગાર કરવામાં આવે છે.


વારણાસી: આમ તો આપ ઘણાં મંદિરોમાં વિશેષ આરતી અને મંદિરમાં ચઢતા ભોગ અંગે જાણતા હશો પણ આજે અમે આપનાં માટે એખ એવાં મંદિર (Temple)માં વિશેષ પૂજા અંગે માહિતી આપીશું કે જ્યાં પ્રસાદનાં રૂપમાં ટોફી-બિસ્કિટ ઉપરાંત માંસ અને મદિરાનો પણ ભોગ લગાવવામાં આવે છે. આ મંદિર અન્ય ક્યાં યનહીં પણ ધર્મની નગરી કાશી (Varanasi) માં છે. જી હાં, આ બાબા બટુક ભૈરવનું મંદિર છે. જ્યાં શ્રદ્ધાળુ બટુક રુપી ભગવાન શિવને ભોગમાં માંસ મદિરાની સાથે બાળકોને ભાવતી ટોફી-બિસ્કિટનો પણ ભોગ લાગવે છે. અને તેમને ખુશ કરીને મનોકામનાઓની પૂર્તિની કામના કરે છે.


આ સાંભળીને જરાં વિચિત્ર લાગશે કે મહાદેવનો આવો કેવો દરબાર છે જ્યાં મહાદેવ એક સાથે સાત્વિક, રાજસી અને તામસી ત્રણેય રૂપોમાં વિરાજિત હોય છે. ધર્મની નગરી કાશીમાં શરદ ઋતુનાં વિશેષ દિવસે બાબાનો ત્રિગુણાત્મક શ્રૃંગાર કરવામાં આવે છે. સવારે બાળ બટુકનાં સ્વરૂપમાં શિવજીને ટોફી-બિસ્કિટ અને ફળનો ભોગ લગાવવામાં આવે છે. બપોરે રાજસી રૂપમાં મહાદેવને દાળ, ભાત રોટલી અને શાકનો ભોગ લગાવવામાં આવે છે. રાત્રે બાબાની મહા આરતી બાદ મહાદેવનાં ભૈરવ રૂપ માટે મટન કરી, ચિકન કરી, માછલી કરી, ઓમલેટની સાથે મદિરાનો ભોગ લગાવવામાં આવે છે. એટલું જ નહીં બાબાને પ્રસન્ન કરવા માટે દારુથી ખપ્પર ભરવામાં આવે છે. મંદિરનાં મહંત ભાષ્કર પૂરીનાં જણાવ્યાં અનુસાર આ અદ્ભુત દરબાર છે જ્યાં બાાબ ત્રણેય રૂપથી વિરાજમાન છે.


મહંત ભાષ્કર પૂરીનાં જણાવ્યા અનુસાર બાળ રુપ બટુકને ટોફી, બિસ્કિટ અને ફળ પસંદ આવે છે. સવારે સત રૂપમાં બાબા બટુક ભૈરવનો ભોગ લગાવવામાં આવે છે. બપોરે રાજરી રૂપમાં બાબાનાં વસ્ત્રો બદલવામાં આવે છે. અને દાળ, ભાત, શાક અર્પિત કરવામાં આવે છે.


બાબાનો અલૌકિક રૂપ સંધ્યા બાદ ભૈરવ રૂપમાં હોય છે. આ સમયે બાબાને મદિરાની સાથે સાથે મીટ, માછલી અને ઇંડાનો ભોગ લગાવવામાં આવે છે. બાબા તામસી રૂપમાં હોય છે. તેથી તામસી ભોગ લગાવવામાં આવે છે. વિશેષ અનુષ્ઠાન માટે મદિરાને ખપ્પરમાં ભરવામાં આવે છે. અને મદિરાથી સ્નાન કરવામાં આવે છે. હવન કુંડની અગ્નિને સ્વત: પ્રજ્વલિત રાખવામાં આવે છે.