

રવિ પાંડેય, વારાણસી : દેશના લોકોનોનું વર્ષો જૂનું રામ મંદિર (Ram Temple at Ayodhya)નું સપનું પાંચમી ઓગસ્ટના રોજ ભૂમિ પૂજન સાથે સાકાર થશે. આ ઉત્સવમાં આખો દેશ સામેલ છે. ધર્મ નગરી વારણસી (Varanasi)માં પણ રામ ભક્તો અલગ અલગ રીતે આ દિવસને યાદગાર બનાવવા માટે કામે લાગી ગયા છે. આ દરમિયાન એક રામ ભક્ત મુસ્લિમ યુવતીએ કોમી એકતાનું અનોખું ઉદાહરમ પૂરું પાડ્યું છે. આ યુવતી (Muslim lady)એ એકતાની મિસાલ આપવા માટે પોતાના હાથ પર કાયમી માટે (Permanent Tattoo) રહે તેવું ભગવાન શ્રીરામનું ટેટૂ બનાવડાવ્યું છે.


ઇક્રાનું સપનું હતું કે અયોધ્યામાં રામ મંદિર બને : વારાણસીમાં રામ ભક્તિ ચરમ પર છે. આનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે સિગરા સ્થિત એક ટેટૂ શૉપમાં મુસ્લિમ યુવતી પહોંચી હતી અને તેણીએ પોતાના હાથ પર ભગવાન રામનું ટેટૂ બનાવડાવ્યું હતું. આ યુવતીનું નામ ઇક્રા ખાન છે. ઇક્રા પીએમ મોદીની પ્રશંસક છે. ઇક્રાએ કહ્યું કે, તેણીનું સપનું હતું કે ભગવાન શ્રીરામનું મંદિર બને. આ દિવસની તેણી ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહી હતી. તેણીએ હિન્દુ-મુસ્લિમ એકતાનો સંદેશ આપવા માટે પોતાના હાથમાં કાયમી રહે તેવું ટેટૂ દોરાવ્યું હતું.


દુકાનદારે ટેટૂ માટે કોઈ ફી ન લીધી : મુસ્લિમ મહિલાનો આવો જુસ્સો જોઈને દુકાનદારે પણ શ્રીરામ ભક્તિમાં પોતાનું યોગદાન આપતા ટેટૂ માટે કોઈ ચાર્જ ન લીધો હતો. દુકાનદાર અશોક ગોગિયાનું કહેવું છે કે સનાતન ધર્મમાં વિશ્વાસ રાખતા લોકો માટે આ મોટો તહેવાર છે. આથી મેં પણ મારી ભક્તિ સમર્પિત કરી છે. રામ નામનું ટેટૂ બનાવવાની આ ઑફર પાંચમી ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન જે પણ રામ ભક્ત આવશે તેમને ફ્રીમાં ટેટૂ બનાવી આપવામાં આવશે.