વૈશાલીથી મુજફ્ફરપુરથી લગ્ન કરવા માટે પહોંચેલા એક યુવકની લગ્નના મંડપમાં જ ધોલાઈ થઈ ગઈ. તેની ધોલાઈ કોઈ અન્યએ નહીં પરંતુ તેની પત્નીએ જ કરી દીધી. પરિસ્થિતિ બગડતા જાનૈયા એક એક કરી ફરાર થઈ ગયા. આ ઘટના મિઠનપુરાના માલીઘાટની છે. યુવક એક પત્ની હોવા છતા બીજા લગ્ન કરવા પહોંચ્યો હતો. બીજી છોકરીના પરિવારજનોને જ્યારે આ મુદ્દે જાણકારી મળી તો, વરરાજાને બંધક બનાવી લેવામાં આવ્યો.
પોતાના પરિવારજનો સાથે પહોંચેલી રિંકી કુમારીએ જણાવ્યું કે, વરરાજા અશોક કુમાર પાસવાન સાથે તેના અઢી વર્ષ પહેલા લગ્ન થયા હતા. બંને વચ્ચે RDS કોલેજ પાસે સ્થિત મુક્તિનાથ મંદિરમાં લગ્ન થયા હતા. વૈશાલીના પાતેપુરના ભૈરોખરાના નિવાસી અશોક પાસવાનના પિતા RDS કોલેજમાં પટાવાળામાં છે. રિંકીએ પોતાને ત્રણ મહિનાની ગર્ભવતી પણ જણાવી. (આગળ જુઓ પહેલી પત્નીની તસવીર)
રિંકીએ જણાવ્યું કે, તેને પિયરમાં છોડી દઈ અશોક નોકરી કરવાના બહાને બહાર જતો રહ્યો. બંને મોબાઈલથી સંપર્કમાં હતા. બે દિવસથી અસોકે રિંકીને ફોન કર્યો ન હતો, તો તેને ચિંતા થઈ. તેણે પોતાના મામાનો સંપર્ક કર્યો. મામાને પાતેપુરથી જાણકારી મળી કે, અશોકના તો લગ્ન થવાના છે. રિકી આ મુદ્દે માહિતી મેળવતી મેળવતી મુઝફ્ફરપુર પહોંચી ગઈ. ખબર પડી કે, મુશહરીની એક છોકરીના અશોક સાથે લગ્ન થઈ રહ્યા છે. આગળ વાંચો - પછી શું થયું (ફોટોમાં વરરાજા સાથે તેની પહેલી પત્ની)
રિંકીએ માલીઘાટ સ્થિત તે વિવાહ ભવનમાં પહોંચી ગઈ જ્યાં અશોકના બીજા લગ્ન થઈ રહ્યા હતા. પંડાલમાં પહોંચીને રિંકીએ હંગામો શરૂ કરી દીધો તો, વાતાવરણ તંગ બની ગયું. રિંકીએ લગ્ન મંડપમાં જ વરરાજા અશોકની દોલાઈ કરી દીધી. મામલો ખબર પડતા બીજી પત્નીની પરિવારજનોએ અશોકને બંધી બનાવી લીધો, અને પરિસ્થિતિ ખરાબ થતા જાનૈયા ભાગી ગયા.