

લોકેશકુમાર દુબે, કન્નોજઃ કોરોના કાળ (COVID-19 epidemic)માં અન્ય બીમારીથી પીડિત સારવારના અભાવમાં મોત થઈ રહ્યા છે. તેનો એક દાખલો કન્નોજ (Kannauj)માં જોવા મળ્યો છે. અહીં વિવાહના દિવસે જ દુલ્હન બીમાર પડી તો પરિજનો તેને લઈને કન્નોજથી લઈને કાનપુર સુધી ભટકતા રહ્યા, પરંતુ કોરોનાના ડરમાં ડૉક્ટરોએ તેની સારવાર ન કરી. સારવારના અભાવમાં અંતે દુલ્હનનું મોત થઈ ગયું. પિતાનું સપનું તે સમયે તૂટી ગયું જ્યારે ડોળીને બદલે તેમની લાડકી દીકરી અર્થી પર વિદાય થઈ. ઘટના બાદ સમગ્ર ગામમાં સન્નાટો ફેલાઈ ગયો છે. (પ્રતીકાત્મક તસવીર)


મૂળે, કન્નોજના ભગતપુરવા ગામના રહેવાસી રાજ કિશોર બાથમની 19 વર્ષીય દીકરી વિનીતાના લગ્ન હતા. કાનપુરના અમરુહિયા ગામના રહેવાસી સંતોષના દીકરા સંજય સાથે વીનિતાના લગ્ન થવાના હતા. લગ્નવાળા ઘરમાં ચારે તરફ ખુશીઓ હતી. દુલ્હો સંજય જાન લઈને ભગતપુરવા ગામ પણ પહોંચી ગયો હતો. લગ્નની વિધિઓ પણ હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન અચાનક દુલ્હન વીનિતાની તબિયત ખરાબ થઈ ગઈ. (પ્રતીકાત્મક તસવીર)


પરિવારના સભ્યો બીમાર વીનિતાને તાત્કાલિક પ્રાઇવેટ હૉસ્પિટલ લઈ ગયા. આરોપ છે કે ત્યાં ડૉક્ટરોએ કોરોનાના ડરથી સારવાર કરવાની ના પડી દીધી. પછી તમામ લોકો વીનિતાને મેડિકલ કોલેજ લઈ ગયા. જ્યાં થોડી સારવાર બાદ તેને કાનપુર રેફર કરવામાં આવી. (પ્રતીકાત્મક તસવીર)


કાનપુરમાં પણ કોરોનાનો ડર જોવા મળ્યો. અહીં પણ ડૉક્ટરોએ સારવાર કરવાની ના પાડી દીધી. સારવાર ન મળવાના કારણે વીનિતાનું મોત થયું. વીનિતાના મોતના સમાચાર આવતાં જ ઘરમાં ઉઘાસી છવાઈ ગઈ. મોતની જાણ થતાં દુઃખી દુલ્હા સંજય જાન પરત લઈને રવાના થઈ ગયો. (પ્રતીકાત્મક તસવીર)


પોલીસ અધીક્ષક અમરેન્દર પ્રસાદ સિંહે જણાવ્યું કે, આ અંગેની માહિતી 121 પર આપવામાં આવી હતી. પોલીસે શબને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)