

સુનીલ નવપ્રભાત, દેહરાદૂન : કોરોના વાયરસની દવા (COVID-19)શોધવાનો દાવો કરનાર સ્વામી રામદેવની (Swami Ramdeva)ની પતંજલિ યોગપીઠની દિવ્ય ફાર્મેસી (Divya Yoga Pharmecy)મુશ્કેલીમાં પડી શકે છે. કંપનીને શરદીની દવા બનાવવાનું લાઇસન્સ જાહેર કરવામાં આવ્યું હતું પણ પતંજલિએ કોરોનાની દવા બનાવવાનો દાવો કર્યો છે. નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે દિવ્ય યોગ ફાર્મેસીએ કોરોનાની જે દવા બનાવવાનો દાવો કર્યો છે તેનો આધાર શું છે? ફાર્મેસીએ કોરોના કિટ બનાવવાની મંજૂરી ક્યાંથી લીધી અને બીજું પ્રચાર-પ્રસાર માટે મંજૂરી કેમ ના લીધી? કહેવામાં આવે છે કે ફાર્મેસીએ ડ્રગ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940ની કલમ 170નું ઉલ્લંઘન કરીને ભ્રામક પ્રચાર કર્યો છે.


સ્ટેટ ડ્રેગ કંટ્રોલર દ્વારા દિવ્ય યોગ ફાર્મેસીને મોકવાવેલ નોટિસમાં કહ્યું છે કે કોઈપણ આ પ્રકારની મેજિકલ ટ્રિટમેન્ટનો દાવો કરી શકે નહીં. તો બાબા રામદેવ કયા આધારે કોરોના દર્દીને 100 ટકા સ્વસ્થ થવાનો દાવો કરી રહ્યા છે. ફાર્મેસીએ તેમાં પણ ડ્રગ એન્ડ મેજિક એક્ટ 1954નું ઉલ્લંઘન કર્યું છે. આયુષ વિભાગના સ્ટેટ ડ્રગ કંટ્રોલર યતેંન્દ્રસિંહ રાવતનું કહેવું છે કે જો ફાર્મેસી નોટિસનો સંતોષજનક જવાબ નહીં આપે તો વિભાગ દ્વારા જે લાઇસન્સ ઇમ્યૂનિટી બૂસ્ટર દવાઓ માટે જાહેર કરવામાં આવ્યું છે, તેને નિરસ્ત પણ કરવામાં આવી શકે છે.


પતંજલિએ મંગળવારે COVID-19ની દવા કોરોનિલ લોન્ચ કરી હતી. આ મામલો ચર્ચામાં આવ્યો તો કેન્દ્રીય આયુષ મંત્રાલયે પતંજલિને નોટિસ મોકલી દવાના પ્રચાર-પ્રસાર પર પ્રતિબંધ લગાવ્યો હતો.