Home » photogallery » national-international » PHOTO: યૂપીની રાજનીતિમાં નશીબ અજમાવનાર કિન્નરો પર એક નજર

PHOTO: યૂપીની રાજનીતિમાં નશીબ અજમાવનાર કિન્નરો પર એક નજર

આ વખતની ચૂંટણીમાં યૂપીમાંથી 5 કિન્નર નેતા એવા છે જેમને લઈ લોકોમાં ઉત્સુકતા છે.

  • 16

    PHOTO: યૂપીની રાજનીતિમાં નશીબ અજમાવનાર કિન્નરો પર એક નજર

    લોકસભા ચૂંટણી શરૂ થતા જ યૂપીના રાજકારણના અખાડામાં હલચલ મચી ગઈ છે. એક બાદ એક લગભગ તમામ રાજનૈતિક પાર્ટીઓ પોતાના ઉમેદવાર જાહેર કરી રહી છે, ત્યારે કેટલાક એવા નેતાઓ પણ છે, જે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે. હાલના જ દિવસોમાં સરકાર થર્ડ જેન્ડરને લઈ ગણી ગંભીર જોવા મળી, જેની અસર લોકસભા ચૂંટણીમાં પણ જોવા મળી રહી છે. આ વખતની ચૂંટણીમાં યૂપીમાંથી 5 કિન્નર નેતા એવા છે જેમને લઈ લોકોમાં ઉત્સુકતા છે.

    MORE
    GALLERIES

  • 26

    PHOTO: યૂપીની રાજનીતિમાં નશીબ અજમાવનાર કિન્નરો પર એક નજર

    યૂપીની પ્રયાગરાજ લોકસભા સીટથી આમ આદમી પાર્ટીએ કિન્નર અખાડાના મહામંડલેશ્વર ભવાની નાથ વાલ્મીકી (ભવાની માં)ને ટિકિટ આપવાની જાહેરાત કરી છે. ભવાની માં કુંભ દરમ્યાન ચર્ચામાં આવ્યા, કેમ કે, હાલમાં જ સંપન્ન થયેલા કુંભમાં પહેલી વખત કિન્નર અખાડાને પણ જગ્યા મળી હતી. તે કિન્નર, અખાડા આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી બાદ બીજા સ્થાન પર આવે છે.

    MORE
    GALLERIES

  • 36

    PHOTO: યૂપીની રાજનીતિમાં નશીબ અજમાવનાર કિન્નરો પર એક નજર

    હાલમાં જ કોંગ્રેસમાં સામેલ થયેલ કિન્નર ગુલશન બિંદુ પ્રિયંકા ગાંધીથી ઘણી પ્રભાવીત છે. વર્ષ 2012માં વિધાનસભા ચૂંટણીમાં નિર્દલીય તરીકે ગુલશને 20 હજાર વોટ મેળવ્યા હતા. તે આ ચૂંટણી તો ન જીતી શકી પરંતુ ભાજપા ઉમેદવાર લલ્લૂ સિંહની હારનું કારણ જરૂર બની.

    MORE
    GALLERIES

  • 46

    PHOTO: યૂપીની રાજનીતિમાં નશીબ અજમાવનાર કિન્નરો પર એક નજર

    યૂપીના દબંગ કિન્નરોમાં આશા દેવીનું નામ લોકપ્રિય છે. 2001ની નગર નિગમ ચૂંટણીમાં ગોરખપુરની કિન્નર આશા દેવી ઉર્ફે અમરનાથે જીત મેળવી હતી. નિર્દલીય આશા દેવીએ સપાના ઉમેદવાર અંજૂ ચૌધરીને 60 હજાર વોટથી પરાજીત કર્યા.

    MORE
    GALLERIES

  • 56

    PHOTO: યૂપીની રાજનીતિમાં નશીબ અજમાવનાર કિન્નરો પર એક નજર

    2002ની વિધાનસભા ચૂંટણીમાં કિન્નર પાયલે લખનઉ પશ્ચિમની બેઠક પરથી ભાજપાના ધુરંધર નેતા લાલજી ટંડનને પડકાર આપ્યો હતો.

    MORE
    GALLERIES

  • 66

    PHOTO: યૂપીની રાજનીતિમાં નશીબ અજમાવનાર કિન્નરો પર એક નજર

    રાજનીતિમાં રાયબરેલીની ઓળખ કોંગ્રેસના ગઢ તરીકે છે. વર્ષ 2017માં થયેલી રાયબરેલી નગર પાલિકા ચૂંટણીમાં જન અધિકાર પાર્ટીથી કિન્નર પૂનમ ચૂંટણી લડી ચકી છે. આ દરમ્યાન પૂનમે નગર પાલિકામાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.

    MORE
    GALLERIES