Home » photogallery » national-international » R9X Hellfire Missile: અમેરિકાનું ઘાતક હથિયાર, જેણે જવાહિરીને મોતને ઘાટ ઉતાર્યો, જાણો ખાસિયતો

R9X Hellfire Missile: અમેરિકાનું ઘાતક હથિયાર, જેણે જવાહિરીને મોતને ઘાટ ઉતાર્યો, જાણો ખાસિયતો

R9X Hellfire Missile - અમેરિકાએ જવાહિરીને મારવા માટે R9X હેલફાયર મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. આ મિસાઇલ ખાસ ટેકનિક પર કામ કરે છે

विज्ञापन

  • 16

    R9X Hellfire Missile: અમેરિકાનું ઘાતક હથિયાર, જેણે જવાહિરીને મોતને ઘાટ ઉતાર્યો, જાણો ખાસિયતો

    અલકાયદાના (Al-Qaeda) ચીફ અયમાન-અલ-જવાહિરીનું અમેરિકાના ડ્રોન હુમલામાં (US Killed Al-Qaeda Chief Ayman al-Zawahiri) મોત થયું છે. અમેરિકાએ જવાહિરીને મારવા માટે R9X હેલફાયર મિસાઇલનો (R9X Hellfire Missile)ઉપયોગ કર્યો હતો. આ મિસાઇલ ખાસ ટેકનિક પર કામ કરે છે અને કોઇ પ્રકારનો બ્લાસ્ટ કરતી નથી. જવાહિરીના (Ayman al-Zawahiri)ઘરની જે તસવીર સામે આવી છે ત્યા વિસ્ફોટના કોઇ સંકેત જોવા મળી રહ્યા નથી. (તસવીર - ગેટી)

    MORE
    GALLERIES

  • 26

    R9X Hellfire Missile: અમેરિકાનું ઘાતક હથિયાર, જેણે જવાહિરીને મોતને ઘાટ ઉતાર્યો, જાણો ખાસિયતો

    R9X હેલફાયર મિસાઇલની ખાસિયત એ છે કે તે વોરહેડ લેસ મિસાઇલ છે અને નાના ટાર્ગેટ પર સટીક હુમલો કરે છે. આ મિસાઇલને નિંજા મિસાઇલ પણ કહેવામાં આવે છે. અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે આ હુમલામાં કોઇ બીજાને નુકસાન થયું નથી. (તસવીર - ગેટી)

    MORE
    GALLERIES

  • 36

    R9X Hellfire Missile: અમેરિકાનું ઘાતક હથિયાર, જેણે જવાહિરીને મોતને ઘાટ ઉતાર્યો, જાણો ખાસિયતો

    જવાહિરીનો જીવ પણ આવા ધારદાર બ્લેડ્સે લીધો છે. R9X હેલફાયર મિસાઇલમાં ઇનબિલ્ટ સેન્સર લાગેલા હોય છે જે ફક્ત ટાર્ગેટને નિશાન બનાવે છે. આ મિસાઇલ લેઝરથી લેસ હોય છે અને જેવી ટાર્ગેટ પર ડ્રોપ કરવામાં આવે જેનાથી બચવું અશક્ય બની જાય છે. R9X હેલફાયર મિસાઇલ દુનિયાની સૌથી વધારે એડવાન્સ હથિયારોમાંથી એક છે જે પલક ઝપકાવતા જ દુશ્મનને ઢેર કરે છે. આ મિસાઇલની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં બારુદ હોતો નથી. મિસાઇલમાંથી ચાકુ જેવા બ્લડ નીકળે છે જે કોઇને કાપી નાખે છે. (તસવીર - ગેટી)

    MORE
    GALLERIES

  • 46

    R9X Hellfire Missile: અમેરિકાનું ઘાતક હથિયાર, જેણે જવાહિરીને મોતને ઘાટ ઉતાર્યો, જાણો ખાસિયતો

    બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન 2011માં R9X હેલફાયર મિસાઇલને ડેવલપ કરવામાં આવી હતી. પ્રથમ વખત આ મિસાઇલ 2017માં તૈનાત કરવામાં આવી હતી અને અમેરિકાએ અલ કાયદાના આતંકી અબુ અલ ખૈર અલ મસરીને ઠાર કર્યો હતો. (તસવીર - ગેટી)

    MORE
    GALLERIES

  • 56

    R9X Hellfire Missile: અમેરિકાનું ઘાતક હથિયાર, જેણે જવાહિરીને મોતને ઘાટ ઉતાર્યો, જાણો ખાસિયતો

    [caption id="attachment_1234709" align="alignnone" width="1600"] અલ કાયદાના ચીફ અલ જવાહિરીને સતત પોતાના ઘરની બાલકનીમાં આવવાની આદત હતી અને હેલફાયર R9X મિલાઇલથી જવાહિરી પર તે સમયે હુમલો કરવામાં આવ્યો જ્યારે તે પોતાના ઘરની બાલકનીમાં આવ્યો હતો.

    [/caption]

    MORE
    GALLERIES

  • 66

    R9X Hellfire Missile: અમેરિકાનું ઘાતક હથિયાર, જેણે જવાહિરીને મોતને ઘાટ ઉતાર્યો, જાણો ખાસિયતો

    રોયટર્સના રિપોર્ટ પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને સોમવારે જવાહિરીના મોતની જાણકારી આપી હતી. આતંકી જવાહિરીના માથે 25 મિલિયન ડોલરનું ઇનામ હતું. 11 સપ્ટેમ્બર 2001માં અમેરિકામાં થયેલા હુમલામાં જવાહિરી સામેલ હતો, જેમાં લગભગ 3000 લોકોના મોત થયા હતા. રોયટર્સના મતે ગોપનીયતાની શરત પર અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકાએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર રવિવારે સવારે ડોન સ્ટ્રાઇક કરી હતી. વ્હાઇટ હાઉસમાં આપેલા સંબોધનમાં બાઇડેને કહ્યું કે હવે ન્યાય થઇ ગયો છે અને હવે આ આતંકી નેતા રહ્યો નથી.

    MORE
    GALLERIES