વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ બુધવારે કહ્યું કે આ વર્ષ પૂરું થતા પહેલા અમેરિકાની પાસે કોવિડ-19 (Covid-19)ની સુરક્ષિત અને પ્રભાવી વેક્સીન ઉપલબ્ધ હશે. તેઓએ દેશના કોર્પોરેટ જગતને ભરોસો અપાવ્યો કે જો તેઓ ફરી ચૂંટાઈને આવશે તો આશા, અવસર અને વિકાસને આગળ ધપાવશે. ટ્રમ્પે દાવો કર્યો કે, ચીને દુનિયામાં વાયરલ ફેલાવ્યો અને માત્ર ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન જ તેને જવાબદાર ગણાવી શકે છે, જો હું ચૂંટણી નહીં જીત્યો તો 20થી પણ ઓછા દિવસમાં ચીન (China)નો અમેરિકા (USA) પર કબજો થઈ જશે. (ફાઇલ તસવીર)
ટ્રમ્પે વ્હાઇટ હાઉસથી જ ન્યૂયોર્ક, શિકાગો, ફ્લોરિડા, પિટ્સબર્ગ, શોબોયગન, વોશિંગટન ડીસીના ઇકોનોમિક ક્લબને સંબોધિત કરતાં કહ્યું કે, અમેરિકાની સામે સરળ વિકલ્પ છે, આ વિકલ્પ મારી અમેરિકાની સમર્થક નીતિઓ હેઠળ ઐતિહાસિક સમૃદ્ધિ છે કે કટ્ટર ડાબેરી વિચાર અંતર્ગત ભારે ગરીબી અને મંદી છે જેનાથી તમે અવસાદમાં ચાલ્યા જશો. (ફાઇલ તસવીર)
1 ઓક્ટોબરે કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યા બાદ ટ્રમ્પને સેનાની હૉસ્પિટલમાં ચાર દિવસ અને ત્રણ રાત દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અનેક પ્રાયોગિક દવાઓના મેળથી સારવાર બાદ ટ્રમ્પે જાતે સ્વસ્થ હોવાની જાહેરાત કરી હતી. વ્હાઇટ હાઉસના ડૉક્ટરોએ તેમને હવે ચૂંટણી રેલીઓમાં સામેલ થવાની મંજૂરી આપી દીધી છે. (ફાઇલ તસવીર)
ટ્રમ્પે કહ્યું, ઈતિહાસમાં સૌથી ખરાબ ઉમેદવારની વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યો છું - આ પહેલા મંગળવારે પેન્સિલવેનિયામાં પોતાની સમર્થકોની વચ્ચે ટ્રમ્પે કહ્યું હતું કે, હું અમેરિકાના રાજકારણના ઈતિહાસમાં સૌથી ખરાબ ઉમેદવારની વિરુદ્ધ લડી રહ્યો છું અને તમે જાણો છો કે તેઓ શું કરે છે? તેના કારણે મારી પર વધુ દબાણ પડે છે. શું તમે કલ્પના કરી શકો છો કે જો તમે આ પ્રકારની વ્યક્તિથી હારી જાઓ તો? (ફાઇલ તસવીર)
ડોનાલ્ડ ટ્રમ્પે યાદ અપાવ્યું કે, હાલમાં કેવી રીતે બાઇડને પોતાની ભાષણની વચ્ચે જ રાષ્ટ્રપ્રમુખના પદના પૂર્વ રિપબ્લિકન ઉમેદવાર મિટ રોમનીનું નામ ભૂલી ગયા. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, આ અવિશ્વસનીય છે. આ કેટલી ખરાબ વાત છે. આ ખૂબ જ શરમજનક છે. જો તેઓ જીતે છે તો ચરમ ડાબેરી દેશ ચલાવશે. તેઓ દેશ નહીં ચલાવે. ચરમ ડાબેરી સત્તા પડાવી લેશે. (ફાઇલ તસવીર)
ટ્રમ્પે વધુમાં કહ્યું કે, અમે જીતીને વ્હાઇટ હાઉસમાં ચાર વર્ષ વધુ રહીશું. તેઓએ કહ્યું કે, આ ચૂંટણી એક સરળ વિકલ્પ છે, જો બાઇડેન જીતે છે તો ચીન જીતી જશે. આવા તમામ અન્ય દેશ જીતી જશે. બધા આપણને નુકસાન પહોંચાડશે. જો અમે જીતીશું તો તમે જીતશો, પેન્સિલ્વેનિયા જીતશે અને અમેરિકા જીતશે. ખૂબ જ સરળ વાત છે. (ફાઇલ તસવીર)