

ઉત્તર પ્રદેશઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બિજનૈરમાં આડા સંબંધના (extra marital affairs) વહેમમાં એક વ્યક્તિએ પોતાની પત્નીની હત્યા (husband killed wife) કરી દીધી હતી. એટલું જ નહીં હત્યા કર્યા પછી આરોપી પોતે પોલીસ સ્ટેશન (Police station) પહોંચીને પોતાની જાતને સરેન્ડર કરી હતી. (પ્રતિકાત્મક તસવીર)


મળતી માહિતી પ્રમાણે આ ઘટના બિજનૌરના ચાંદપુર વિસ્તારમાં ઘટી હતી. સાઝીદ નામના યુવકને પોતાની પત્ની ઉપર ચરિત્રની શંકા હતા. તેને શંકા હતી કે તેની પત્નીના કોઈ પરપુરુષ સાથે સંબંધ છે. ઘટનાના દિવસે સાઝિદ મોડી રાત્રે ઘર પહોંચ્યો અને પત્નીને ઘરમાં જોઈ ન હતી. જેથી તે પત્નીને શોધવા નીકળ્યો હતો. ત્યારબાદ જાણવા મળ્યું કે તે પાડોશીના ઘરમાં હતી. (પ્રતિકાત્મક તસવીર)


પત્ની પાડોશીના ઘરે હોવાની માહિતી મળતા સાઝીદ ગુસ્સાથી લાલ લાલ થઈ ગયો હતો. અને તમંચો લઈને પાડોશીના ઘરે પહોંચ્યો હતો. પાડોશીના ઘરમાં જ સાઝીદે પોતાની પત્નીને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. (પ્રતિકાત્મક તસવીર)


પત્નીને ગોળી માર્યા બાદ સાઝીદ પોતે તમંચા સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોતાની પત્નીની હત્યાનો ગુનોં કબૂલીને પોલીસને સરેન્ડર કર્યું હતું. (પ્રતિકાત્મક તસવીર)


આ ઘટના અંગે બિઝનૌર પોલીસના એસપી સિટી લક્ષ્મીનિવાસ મિશ્રાએ જણાવ્યું હતું કે, યુવકે આડા સંબંધની શંકા રાખીને પોતાની પત્નીને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે યુવકની ધરપકડ કરી લીધી છે. હત્યામાં ઉપયોગમાં લેવાયેલો તમંચો પણ જપ્ત કરી લીધો છે. આ ઘટના અંગે આગળની કાર્યવાહી ચાલું છે. (પ્રતિકાત્મક તસવીર)