કોલકાતા : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીના ચૂંટણી પ્રચાર અભિયાનને ગતિ પ્રદાન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મિદનાપુર જિલ્લામાં રોડ શો કર્યો હતો. રોડ શો સ્થાનિક બીજેપી કાર્યાલય પ્રેમહરિ ભવનથી શરૂ થયો હતો અને લગભગ એક કિલોમીટરની સફર તય કર્યા પછી તેનું સમાપન માલનચા પેટ્રોલ પંપ પર થયું હતું.