સોશિયલ મીડિયા પર આવેલા મીમ્સના પૂરમાં બજેટ ગુરુઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. જેમાં તે લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. જેમને અર્થશાસ્ત્ર, બજેટ વિશે કોઈ ખ્યાલ નથી, પરંતુ જ્ઞાન આપવામાં બિલકુલ પાછળ નથી. આવી સ્થિતિમાં મુગલ-એ-આઝમ ફિલ્મ દ્વારા બજેટ પર જ્ઞાન આપનારાઓ પર કટાક્ષ કરવામાં આવ્યો છે. આ અંગે એક યુઝરે ટ્વિટ કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ઉઠો, અનારકલીનું બજેટ આવવાનું છે. હવે અર્થશાસ્ત્રી બનવાનો સમય છે.