

ઉનાઃ હિંમાચલ પ્રદેશના (himachal pradesh) ઉના (Una) જિલ્લામાં દિવાળીની (Diwali 2020) ખુશીઓ ગમમાં ફેરવાતા સહેજ માટે બચી ગઈ હતી. અહીં એક મોટી દુર્ઘટના (Big Accident) ઘટી હતી જોકે, કોઈ જાનહાની ન થતાં લોકોમાં હાસકારો અનુભવાયો હતો. જોકે, આ ઘટનામાં એક બાળક ઘાયલ (child injured) થયું હતું.


મળતી માહિતી પ્રમાણે એક બેકાબૂ સ્કોર્પિયો જીપ દિવાળીના સામાનથી સજેલી દુકાનમાં ઘૂસી ગઈ હતી. જેના પગલે એક બાળક ઘાયલ થયું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.


શનિવારે સવારે ઉનાના સંતોષગઢ રોડ ઉપર એક કાર બેકાબૂ થઈને દુકાનમાં ઘૂસી ગઈ હતી. જેમાં દુકાન બહાર ઊભેલો દુકાનદારનો પુત્ર ઘાયલ થયો હતો. સદનસિબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહતી. માત્ર સામાનનું જ નુકસાન થયું હતું.


ઘટનામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટના અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. સ્કોર્પિયો ગાડી સંતોષગઢથી ઉના તરફ જઈ રહી હતી. ત્યારે ગાડી અનિયંત્રિત થઈને એક દુકાનમાં જઈ ઘૂસી હતી.