PHOTOS: 'રામ રાખે તેને કોણ ચાખે'! મારનારાએ નવજાતને માટીમાં દબાવ્યું, બચાવવાળાએ જીવતું બહાર કાઢ્યું
નવજાતના મોંઢામાં અને નાકમાં માટી ઘુસી ગઈ હતી. કુંદન તેનાથી જેટલું સાફ થાય તેટલું કરી બાળકને હોસ્પિટલ જવા લાગ્યો. રસ્તામાં જ 108 એમ્બ્યુલન્સ મળી ગઈ, જેને બાળકને સોંપી દેવાયું.


ખટીમામાં માણસાઈને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે. તો સામે માણસાઈની કદર કરનારા લોકો પણ સામે મળી આવ્યા છે. ચટિયા ફાર્મ ગામ વિસ્તારમાં એક ખેતરમાં નવજાત શિશુ મળ્યું જેને માટીમાં દફનાવી દેવામાં આવ્યું હતું. આ બાલકનેમાટીમાં દબાયેલું જોઈ લોકોની બીડ બેગી થઈ ગઈ, પરંતુ કોઈ તેને હાથ લગાવવા માટે તૈયાર ન થયું. ત્યારે ત્યાં પહોંચેલા કુંદન ભંડારીએ આ દ્રશ્ય જોયું તો તે જોઈ ન શક્યા.


ઘટના સ્થળ પર હાજર લોકોએ પોલીસને ફોન કરી દીધો હતો. અને પોલીસની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ, કુંદન ભંડારીએ બાળકને ઉઠાવ્યું અને કહ્યું કે, જે થાય તે જોઈ લેવાશે પહેલા બાળકને બચાવવું જરૂરી છે.


નવજાતના મોંઢામાં અને નાકમાં માટી ઘુસી ગઈ હતી. કુંદન તેનાથી જેટલું સાફ થાય તેટલું કરી બાળકને હોસ્પિટલ જવા લાગ્યો. રસ્તામાં જ 108 એમ્બ્યુલન્સ મળી ગઈ, જેને બાળકને સોંપી દેવાયું.


નવજાતને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લાવવામાં આવ્યું અને ત્યાં તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. હોસ્પિટલ તંત્ર હજુ આ મામલામાં કઈં પણ કહેવા માટે તૈયાર નથી.


ઉલ્લેખનીય છે કે, થોડી દિવસ પહેલા આવી જ રીતે એક બાળકી જામનગરથી મળી આવી હતી. જામનગરના (jamnagar) સિક્કા નજીક શાપર ગામમાં કાંટામાં તાજી જન્મેલી બાળકી (Newborn baby) મળી આવી હતી. સાંજના સમયે 108 સિક્કા લોકેશનને શાપર ગામથી એક કોલ આવેલ જેમાં શાપર પાટિયા (shapar patiya) પાસે એક તાજી જન્મેલ બાળકી કાંટામાં કોઈ નાખીને જતું રહ્યું હતું .જેથી 108ની ટીમ તાબળતોબ પહોંચી હતી. ત્યાં કાંટા વચ્ચે બાળકી જોવા મળતા જ 108 એમ્બ્યુલન્સના EMT રસીલાબા અને પાઇલોટ મેહુલભાઈએ તાત્કાલિક બહાર કાઢી અને 108 એમ્બુલેન્સમા ખસેડી બાદ ઓક્સિજન આપી બાળકીને શ્વાસ ચાલુ કરી દીધો અને જરૂરી સારવાર સાથે જી. જી. હોસ્પિટલ લાવ્યા હતા. આમ એક બાળકીનો જીવ બચાવ્યો જેની નોંધારી મુકેલ બાળકીને જીવતદાન મળતા લોકોએ આ કામગીરીને લઈને 108 ની ટીમને ખુબ ધન્યવાદ આપી વખાણ કર્યા હતા..આ બાળકી એક જ દિવસની હોવાનું સામે આવ્યું હતું. જેને જામનગરની જી.જી.હોસ્પિટલના ગાયનેક વિભાગમા સારવાર આપવામાં આવી રહી છે.