Home » photogallery » national-international » બે વિદ્યાર્થિનીએ ખાઈ શકાય તેવી પૌષ્ટિક ગુણોથી ભરપૂર સ્લેટપેન બનાવી; બાળકો ખાય તો પણ ચિંતા નહીં!

બે વિદ્યાર્થિનીએ ખાઈ શકાય તેવી પૌષ્ટિક ગુણોથી ભરપૂર સ્લેટપેન બનાવી; બાળકો ખાય તો પણ ચિંતા નહીં!

તેલંગાણાની એક દીકરીએ ખાઈ શકાય તેવી સ્લેટની પેન બનાવી છે. પૌષ્ટિક આહારથી આ પેન બનાવવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલા નેશનલ સાયન્સ કોંગ્રેસના વિજ્ઞાન મેળામાં આ સંશોધન મૂકવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી આ વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન કર્યુ હતુ.

  • Local18
  • |
  • | Peddapalle, India

  • 17

    બે વિદ્યાર્થિનીએ ખાઈ શકાય તેવી પૌષ્ટિક ગુણોથી ભરપૂર સ્લેટપેન બનાવી; બાળકો ખાય તો પણ ચિંતા નહીં!

    પૂનમ શ્રીનિવાસ, કરીમનગરઃ તેલંગાણાના પેડ્ડાપલ્લી જિલ્લાના ગોદાવરીખાણીમાં આવેલી સરકારી સ્કૂલના 9મા ધોરણમાં હરિપ્રિયા અને અફસિયાન સુલ્તાના ભણે છે. તેમણે બાળકો ખાઈ શકે તેવી સ્લેટપેન બનાવી છે. આ પેન્સિલ એવી છે કે તે લખતા લખતા બાળક જો ખાઈ જાય તો પણ ચિંતા નહીં.

    MORE
    GALLERIES

  • 27

    બે વિદ્યાર્થિનીએ ખાઈ શકાય તેવી પૌષ્ટિક ગુણોથી ભરપૂર સ્લેટપેન બનાવી; બાળકો ખાય તો પણ ચિંતા નહીં!

    તેમણે સ્લેટપેન એવી પૌષ્ટિક આઇટમ્સથી બનાવવાનું વિચાર્યુ કે કદાચ કોઈ બાળક તે ખાય તો પણ બીમાર ન પડે. તેમણે આ વિચાર વિજ્ઞાનના શિક્ષક સુનિતાને કહ્યો અને તેમણે આ પ્રોજેક્ટમાં બનતી મદદ કરવાની ખાતરી આપી હતી.

    MORE
    GALLERIES

  • 37

    બે વિદ્યાર્થિનીએ ખાઈ શકાય તેવી પૌષ્ટિક ગુણોથી ભરપૂર સ્લેટપેન બનાવી; બાળકો ખાય તો પણ ચિંતા નહીં!

    બંને વિદ્યાર્થિનીઓએ ફળ, ચોખાનો લોટ, મગફળીનો પાઉડર, ખાંડ, ગોળ અને તલનો પાઉડર વગેરેથી ખાઈ શકાય તેવી પેન્સિલ બનાવવાનું વિચાર્યુ હતું. આ પૌષ્ટિક વસ્તુઓમાંથી બનેલી સ્લેટપેન એવી બની હતી કે, બાળક તેનાથી લખી શકે અને કેન્ડી તરીકે ખાઈ પણ શકે.

    MORE
    GALLERIES

  • 47

    બે વિદ્યાર્થિનીએ ખાઈ શકાય તેવી પૌષ્ટિક ગુણોથી ભરપૂર સ્લેટપેન બનાવી; બાળકો ખાય તો પણ ચિંતા નહીં!

    નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યુ હતુ તેવા તેલંગાણા રાજ્યમાં યોજાયેલા નેશનલ સાયન્સ કોંગ્રેસના વિજ્ઞાનમેળામાં આ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો. અહીં ઘણાં રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ પોતપોતાની કૃતિ લઈને આવ્યા હતા. ત્યારે ખાઈ શકાય તેવી સ્લેટપેનને નેશનલ સાયન્સ કોંગ્રેસે પણ પ્રોત્સાહિત કરી હતી.

    MORE
    GALLERIES

  • 57

    બે વિદ્યાર્થિનીએ ખાઈ શકાય તેવી પૌષ્ટિક ગુણોથી ભરપૂર સ્લેટપેન બનાવી; બાળકો ખાય તો પણ ચિંતા નહીં!

    પેડ્ડાપલ્લી જિલ્લાના કલેક્ટર સંગીતા સત્યનારાયણ, જિલ્લા શિક્ષણ અધિકારી માધવી, સ્કૂલ ઇન-ચાર્જ હેડ માસ્ટર લર્ટ મેરી અને અન્ય શિક્ષકોએ પણ આ જોડીને શાબાશી આપી હતી. તેમણે ખાઈ શકાય તેવી સ્લેટપેન બનાવીને રાષ્ટ્રીય સ્તરે તેલંગાણાનું નામ રોશન કર્યું હતું.

    MORE
    GALLERIES

  • 67

    બે વિદ્યાર્થિનીએ ખાઈ શકાય તેવી પૌષ્ટિક ગુણોથી ભરપૂર સ્લેટપેન બનાવી; બાળકો ખાય તો પણ ચિંતા નહીં!

    ન્યૂઝ18એ આ અંગે તેમના વિજ્ઞાન શિક્ષક અને ગાઇડ સુનિતા સાથે વાતચીત કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે, આ બંને વિદ્યાર્થિનીઓને નેશનલ સાયન્સ કોંગ્રેસ તરફથી ‘ખાઈ શકાય તેવી સ્લેટપેન’ બનાવવા માટે મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. આ બંને વિદ્યાર્થીઓમાંની એક અફસિયાન સુલતાનાએ જણાવ્યું હતું કે, મારી નાની બેનને પેન ખાવાની ટેવ હતી અને તે હંમેશા પેટમાં દુખાવાની ફરિયાદ લઈને આવતી હતી અને તેને લઈને ખાઈ શકાય તેવી પૌષ્ટિક ગુણોથી ભરપૂર સ્લેટપેન બનાવવાની પ્રેરણા મળી હતી.

    MORE
    GALLERIES

  • 77

    બે વિદ્યાર્થિનીએ ખાઈ શકાય તેવી પૌષ્ટિક ગુણોથી ભરપૂર સ્લેટપેન બનાવી; બાળકો ખાય તો પણ ચિંતા નહીં!

    હરિ પ્રિયા કહે છે કે, તેમના વિજ્ઞાનના શિક્ષકે તેમને આ પ્રોજેક્ટમાં સફળતા મેળવવા માટે ખૂબ જ મદદ કરી હતી. સ્લેટપેન ખાવાથી બાળકો બીમાર ન પડે તે માટે ખાઈ શકાય તેવી સ્લેટપેન બનાવવા બદલ આખી સ્કૂલ અને બધા જ લોકો આ બંને વિદ્યાર્થિનીઓની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

    MORE
    GALLERIES