World Bamboo Day : હવે ખાવામાં મળશે વાંસના બિસ્કિટ, ત્રિપુરા મુખ્યમંત્રીએ કર્યા લૉન્ચ
World Bamboo Day : વિશ્વ વાંસ સંગઠન દ્વારા આજે વિશ્વ વાંસ દિવસની ઉજવણી થાય છે. ત્યારે પ્રાકૃતિક સંશાધનો અને પર્યાવરણની રક્ષા માટે વાંસનો ઉપયોગ કરવા માટે લોકોને આ દિવસે જાગૃત કરવામાં આવે છે.


World Bamboo Day : વિશ્વ વાંસ દિવસના આ ખાસ અવસરે ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવે વાંસથી બનેલા બિસ્ટિક અને મધની બોટલ લૉન્ચ કરી છે. આ અવસર પર બિપ્લવ કુમારે કહ્યુ કે આ બંને વસ્તુઓથી રાજ્યમાં રોજગારની તકો વધશે.


ઉલ્લેખનીય છે કે વર્લ્ડ બેમ્બુ ડે દર વર્ષે 18 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. અને વિશ્વ વાંસ સંગઠન દ્વારા વિશ્વ વાંસ દિવસ મનાય છે. આ દિવસનો ઉદ્દેશ વાંસ ઉદ્યોગને વધારવાનો અને વાંસના સંરક્ષણ અને સર્વધન મામલે લોકોને જાગૃત કરવાનો છે.


ત્રિપુરાના મુખ્યમંત્રી ટ્વિટ કરીને કહ્યું કે વિશ્વ સ્વાસ્થય દિવસ પર વાંસથી બનાવવામાં આવેલા આ બિસ્કિટ અને મધનું બોટલને લોન્ચ કરું છું. તેમણે કહ્યું કે આ સામાન આપણી ટોપીમાં વધુ એક પાંખ જોડી દેશે. તે અનેક લોકોના જીવિકાનું સાધન બનશે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર થવાના લક્ષ્યને પૂરું કરશે.


મુખ્યમંત્રી બિપ્લબ કુમરે કહ્યું કે વાંસથી બનાવવામાં આવેલા પ્રાકૃતિક બિસ્કિટ પૌષ્ટ્રીક અને સ્વાસ્થય વધર્ક છે. સીએમએ બેમ્બૂ અને કેન ડેવલેપમેન્ટ ઇન્સ્ટીટ્યૂટ અને ડૉ અભિનવ કાંતને આની નવી શરૂઆત માટે આભાર વ્યક્ત કર્યો.