

વોશિંગ્ટન : અમેરિકા(America)ના શીર્ષ સંક્રામક રોગ વિશેષજ્ઞ ડોક્ટર એન્થની ફાઉસી એ વિશે આશ્વત છે કે આગામી વર્ષના શરૂઆતી મહિના સુધી અમેરિકાના લોકોને કોરોના વાયરસ (Coronavirus)સંક્રમણથી બચાવનાર વેક્સીન તૈયાર થઈ જશે. નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇંફેક્શન ડિસિઝના પ્રમુખ ફાઉસીએ અમેરિકાના કોંગ્રેસ સદસ્યોને કહ્યું કે લગભગ અઢી લાખ અમેરિકન દેશમાં થનાર ક્લિનિકલ પરિક્ષણમાં સામેલ થવા માટે ઇચ્છુક છે. જોકે તેમણે એ પણ કહ્યું કે ભવિષ્ય ઉત્સાહજનક હોવા છતા વર્તમાન સાર્વજનિક સ્વાસ્થ્ય સ્થિતિ ચિંતાજનક છે. ઉલ્લેખનીય છે કે ડો.ફાઉસીએ આ વાત શુક્રવારે અમેરિકી સદનની વિવાદિત સુનાવણી દરમિયાન અધિકારીઓના સવાલોના જવાબમાં કહી હતી. (પ્રતિકાત્મક તસવીર)


આ દરમિયાન તેમણે સ્વીકાર કર્યો કે વર્તમાન સમયમાં અમેરિકાની કોવિડ-19ની તપાસ માટે એકત્ર કરવામાં આવી રહેલા નમુનાનો તપાસ રિપોર્ટ બે કે ત્રણ દિવસમાં પણ મળતો નથી. તેમણે સંયુક્ત રૂપથી લોકોને આગ્રહ કર્યો કે તે મૂળભૂત જરૂરી વાતો જેવી કે માસ્ક પહેરવું, ભીડભાડવાળા સ્થાને જવાથી બચવું અને નિયમિત રૂપથી હાથ ધોવા જોઈએ. (પ્રતિકાત્મક તસવીર)


રોગ નિયંત્રણ અને નિષેધ કેન્દ્રના નિર્દેશક ડો. રોબર્ટ રેડફિલ્ડે આ દરમિયાન કહ્યું કે આ આસાન ઉપાયોથી એટલો જ ફાયદો થશે જેટલો આપણાને પૂરી અર્થવ્યવસ્થાને ઠપ કરીને મળ્યો હતો. ફાઉસીએ કહ્યું કે અમે બધી બાબતો પર વિચાર કર્યા પછી આશા રાખીએ છીએ કે આ વર્ષના અંત સુધી અને 2021માં પ્રવેશ કરતા સમયે આપણી પાસે વેક્સીન હશે. હું માનું છું કે આ સપનું નથી. આ હકીકત છે અને અમે તેને કરીને બતાવીશું. (પ્રતિકાત્મક તસવીર)