સરકાર તરફથી રાફેલ પર 7 'સુપરહિટ' નિવેદન: સોશિયલ મીડિયા પર ચર્ચાનું જોર
જેમ-જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે રાફેલનો મુદ્દો જોર પકડી રહ્યો છે. અકે તરફ સરકાર કહી રહી છે કે રક્ષા મંત્રાલયમાંથી કેટલાક દસ્તાવેજ ચોરી થયા છે, તો બીજી તરફ રાહુલ ગાંધી સતત આક્ષેપ કરી રહ્યા છે. એવામાં અમે આપને જણાવી રહ્યા છીએ સરકાર તરફથી આપવામાં આવેલા તે 7 નિવેદન જે સોશિયલ મીડિયાર પર 'રાફેલ યુદ્ધ'નો અખાડો બની ગયો.
રાફેલને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેકવાર કોંગ્રેસ પર નિશાન સાધી ચૂક્યા છે. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે પણ ઘણે અંશે આ મુદ્દો મહત્વપૂર્ણ છે.
2/ 7
રાફેલ પર તાજેતરમાં ચર્ચા એટલા માટે ચાલી રહી છે કારણ કે સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે રાફેલ સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજ ચોરી થયા છે.
3/ 7
રાફેલ અંગેના દસ્તાવેજ ચોરી થવાની વાત કહ્યા બાદ વિપક્ષ સરકાર પર હુમલો કરી રહી છે.
4/ 7
રાફેલને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, આજકાલ દેશમાં બધું ચોરી થઈ રહ્યું છે.
5/ 7
રાફેલને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, આજકાલ દેશમાં બધું ચોરી થઈ રહ્યું છે.
6/ 7
ચોરી કરવામાં આવેલા દસ્તાવેજોને લઈને હાલ સરકાર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરશે. સરકારે કહ્યું કે તેની તપાસ પણ કરવામાં આવી રહી છે.
7/ 7
એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે કોર્ટનું નિવેદન વિપક્ષ રાજકીય રીતે ઉપયોગ કરી શકે છે. હું કોર્ટને અપીલ કરું છું કે કોર્ટને આ મામલે સંયમ રાખવો જોઈએ. તેઓએ કહ્યું કે રક્ષા ખરીદીની કાયદાકિય તપાસ ન થઈ શકે.