આંધ્રપ્રદેશના તિરુપતિની એક પરિણીતાએ તેના પતિના લગ્ન તેની પ્રેમિકા સાથે પરંપરાગત રીતે મંદિરમાં કરાવ્યા હતા. કલ્યાણ આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લાના ડાક્કિલીના આંબેડકર નગરનો વતની છે. કલ્યાણ ટીકટોક પર એક લોકપ્રિય સેલિબ્રિટી છે, અહીં તેના વીડિયો લોકોને આકર્ષે છે. તે યુટ્યુબ અને શેર ચેટ જેવા અન્ય શોર્ટ વિડિયો પ્લેટફોર્મ પર પણ ટૂંકા સમયમાં ખૂબ જ લોકપ્રિય થયો છે. તે થોડા સમય પહેલા કડપ્પાની વિમલા નામની છોકરીના સંપર્કમાં આવ્યો હતો અને બાદમાં તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ અને બંનેએ લગ્ન કરી લીધા હતા. કપલ તેઓના સંયુકત પ્રયત્નોના કારણે વીડિયો પ્લેટફોર્મ પર ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. આ કપલ નેટીઝન્સને આકર્ષવા માટે તેમના સંયુક્ત પ્રયત્નોથી શોર્ટ વિડિયો પ્લેટફોર્મ્સ પર પ્રખ્યાત બન્યું હતું.
આ દરમિયાન વિમલાએ જોયું કે કલ્યાણ સાથે કંઈક ખોટું થયું છે. અચાનક વિશાખાપટ્ટનમની એક અપરિણીત મહિલા નિત્યા શ્રી કપલના વિસ્તારમાં આવી અને દરવાજો ખખડાવ્યો. તેણી પણ એક લોકપ્રિય ટીકટોક સ્ટાર છે છે અને તેની અને કલ્યાણ વચ્ચે છેલ્લા થોડા સમયથી પ્રેમ સંબંધ હતો. જોકે પછીથી કપલનું કોઈક કારણોસર બ્રેકઅપ થઈ ગયું હતું. ત્યારથી બંને વચ્ચે કોઈ બોલોચાલો નહોતો. પછીથી નિત્યાશ્રીને ખ્યાલ આવ્યો કે કલ્યાણ એક પરણિત પુરુષ છે. બાદમાં તેણીએ વિમલાને હાથજોડીને વિનંતી કરી કે તે તેણી અને કલ્યાણના લગ્ન થવા દે. વધુમાં નિત્યાશ્રીએ વિમલા સમક્ષ એક છત નીચે રહેવા અંગેની રજૂઆત કરી અને કહ્યું કે તેઓ ત્રણેય એક છત નીચે જ રહેશે.
આ બાબતને ગંભીરતાથી લઈને વિમલા નિત્યાશ્રીએ કરેલી રજૂઆત સાથે સહમત થઈ હતી અને તેણીએ નિત્યાશ્રીના લગ્ન તેના પતિ કલ્યાણ સાથે મંદિરમાં પરંપરાગત વિધીથી કરાવી દીધા હતા. ત્રણેયે લીધેલા ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. હાલ આ લગ્ન તિરુપતિ જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો છે.