મધ્યપ્રદેશ બોર્ડનું પરિણામ આવનાર છે. આ ઉપરાત અન્ય પરિણામો પણ આવનાર છે. આ સાથે વિદ્યાર્થીઓ સાથે સાથે, તેમના માતા-પિતા પણ તણાવ હેઠળ પસાર થઇ રહ્યા છે. જો કે, હવે તણાવ લેવાથી કોઈ ફાયદો નહી કારણ કે પરીક્ષામાં જેવુ પર્ફોમ કર્યુ હશે તેવુ જ પરિણામ હશે. અમે તમને કેટલીક રીત જણાવીશુ જેનાથી પરિણામના તણાવને દૂર કરી શકો.
પરિણામ વિશે ખૂબ વાત કરશો નહીં - અનેક વખત એવુ જોવા મળ્યુ છે કે માતા-પિતા તેમના બાળકોના પરિણામો વિશે વાત કરે છે. તેઓ પુછે છે કે તેમના કેટલા માર્કસ આવશે. આ કારણથી બાળકમાં વધુ તણાવ જોવા મળે છે. તમારા બાળકને ઉત્તેજન કરો. માત્ર નંબરથી કે માર્કસથી કરિયર નથી બનતું. એટલે તેમને સમજાવો કે જો નંબર પાછળ આવે તો પણ હંમેશાં તમે તેની સાથે છો.
અન્યના બાળકો સાથે તુલના કરવાનું ટાળો - માતા-પિતાને એવી આદત હોય છે કે તેઓ શરૂઆતથી તેમના બાળકોને પાડોશીના બાળકો સાથે સરખામણી કરે છે. આ કરવાનું ટાળો, કારણ કે દરેક બાળક એક-બીજાથી અલગ છે. તમારા બાળકમા પણ કેટલાક ખાસ ગુણો છે. જેને ઓળખીને માત્ર શુદ્ધ કરવાની જરૂર છે. તેથી બીજાના બાળકોની પ્રશંસા કરતાં, ક્યારેક તમારા પોતાના બાળકના પણ વખાણ કરો.
વિદ્યાર્થીઓ પર બોર્ડ પરીક્ષામાં સૌથી વધુ પરિણામ લાવવાનું દબાણ હોય છે. તમારા બાળકો પર આવુ દબાણ ન કરો. દબાણ વધારવાથી બાળકો આગળ વધાવાના ડિપ્રેશનનો ભોગ બની શકે છે. માતાપિતા પરિણામ પહેલાં તેમના બાળકો સાથે વાત કરે અને તેમને સમજાવો કે આગળ ઘણું બધુ છે કરવા માટે. ઓછા માર્કસ અને નંબર તેમના સપના તોડી શકતા નથી.