સતારા : હવે જો કોઈ વ્યક્તિ તમારી દુકાન કે શોરૂમની આસપાસ પીપીઈ કીટ પહેરીને આવે તો ફક્ત તે કોરોના વૉરિયર્સ હોય તેવું જરૂરી નથી. ફ્રન્ટલાઇન પર યુદ્ધ લડી રહેલા ડૉક્ટરો અને અને નર્સને મજબૂરીમાં પીપીઈ કીટ પહેરવી પડે છે પરંતુ બેફામ તસ્કરોએ તેનો લાભ લઈને સપાટો બોલાવ્યો છે. મહારાષ્ટ્રના સતારાની આ શરમજનક ઘટના આપણા વરવા સમાજનું ઉત્તમ ઉદાહરણ છે. (પ્રતિકાત્મક તસવીર)
ઘટના એવી છે કે મહારાષ્ટ્ર (Maharashtra)ના સતારામાં (Satara)મા એક જ્વલરી શૉરૂમમાં તસ્કરી થઈ છે (Theft) આ તસ્કરીમાં શૉરૂમમાંથી 78 તોલા સોનાની ચોરી થઈ છે. ( 78 Grams gold stolen) પરંતુ આ ચોરીનો પતો ત્યારે પડ્યો જ્યારે પોલીસે CCTV દૃશ્યો ચેક કર્યા. મહારાષ્ટ્રના સતારામાં આ ચોરીમાં તસ્કરોએ PPE કીટ પહેરેલી હતી. (પ્રતિકાત્મક તસવીર)
સતારા પોલીસના જણાવ્યા મુજબ આ મામલે અજાણ્યા ઇસમો વિરુદ્ધ 780 ગ્રામ સોનાની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કસ્કરો દુકાનની દિવાલ તોડીને અદંર ઘુસ્યા હોવાથી એ પણ એક આશ્ચર્યજનક બાબત સામે આવી છે. હાલમાં પોલીસ આ મામલે ચોરીનો ગુનો દાખલ કરી અને બજારના સીસીટીવીના આધારે તપાસ ચલાવી રહી છે. (પ્રતિકાત્મક તસવીર)