પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પહેલી પુણ્યતિથિ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સમાધિ પર જઈને શ્રદ્ધાંજલિ આપી. અટલ બિહારી વાજપેયી એ વડાપ્રધાનોમાં સામેલ છે જેઓએ દેશના પ્રશાસન અને રક્ષા ક્ષેત્રમાં આગળ વધારવા ઉપરાંત આર્થિક વિકાસના સ્તરે પણ દુનિયામાં પોતાનું સ્થાન મજબૂત કરવામાં મદદ કરી.
2018માં 16 ઓગસ્ટે અટલ બિહારી વાજપેયીનું જ્યારે દિલ્હીમાં અવસાન થયું તો સમગ્ર દેશમાં શોકનું મોજું છવાઈ ગયું. 3 વાર ભારતના વડાપ્રધાન બનેલા વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. વાજપેયીએ દેશની દિશા અને દશા બદલવા માટે કામ કર્યુ. તેમના એ ચાર મોટા પગલાં જેનો પ્રભાવ આપણે આજે પણ રોજિંદા જીવનમાં જોઈ શકીએ છીએ તેના વિશે જાણીએ...
1. ટેલિકોમ ક્રાંતિ : વાજપેયી સરકાર જ્યારે પોતાની નવી ટેલિકોમ નીતિ લઈને આવી તો તેણે નિયત લાઇસન્સ ફીને બદલે રેવન્યૂ શેરિંગની વ્યવસ્થા કરી દીધ. આ ઉપરાંત તે વાજપેયીની જ સરકાર હતી, જેણે આંતરરાષ્ટ્રીય ટેલિફોનમાં વિદેશ સંચાર નિગમ લિમિટેડનું આધિપત્ય ખતમ કર્યુ અને પ્રાઇવેટ કંપનીઓની પ્રતિસ્પર્ધાનું સ્થાન બનાવ્યું. જેના કારણે વિદેશમાં ફોન કરવાના ખર્ચમાં ઘટાડો આવ્યો.
2. સ્વર્ણિમ ચતુર્ભુજ અને ગ્રામ સડક યોજના : અટલ બિહારી વાજપેયીની સૌથી મહાત્વાકાંક્ષી પરિયોજનાઓમાં એક હતી સ્વર્ણિમ ચતુર્ભુજ પરિયોજના અને ગ્રામ સડક યોજના. સ્વર્ણિમ ચતુર્ભુજ અંતર્ગત જ્યાં તેઓએ ચેન્નઈ, કોલકાતા, દિલ્હી અને મુંબઈને હાઈવેથી કનેક્ટ કરી વેપાર અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં અદ્વિતીય કાય કર્યુ તો બીજી તરફ તેઓએ ગ્રામ સડક યોજના હેઠળ ગામોને પાકા રસ્તા દ્વારા શહેરો સાથે જોડ્યા અને દેશને આર્થિક વિકાસનું એક સફળ મોડલ આપ્યું.
4. સર્વ શિક્ષા અભિયાન : આ યોજનાને 2001માં લોન્ચ કરવામાં આવી હતી. તેમાં 6થી 14 વર્ષ સુધીના બાળકોને મફતમાં શિક્ષણ આપવાનો પ્લાન હતો. આ યોજના લાગુ થતાં જ પ્રાઇમરી સ્કૂલોમાં બાળકોની સંખ્યા ઝડપથી વધી. એક અનુમાન મુજબ માત્ર આ યોજના લાગુ થવાના 4 વર્ષની અંદર સ્કૂલ ન જનારા બાળકોની સંખ્યામાં 60% ઘટાડો નોંધાયો હતો.