

બે દિવસ બાદ દેશ આઝાદીની 73મી વર્ષગાંઠ ઉજવશે. સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ હશે ત્યારે અંગ્રેજોની 200 વર્ષની ગુલામીમાંથી આઝાદ થયે આપણને 72 વર્ષ થશે. આ અવસરે દેશમાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી થશે પરંતુ શું આપણે જ 15મી ઑગસ્ટે સ્વાતંત્ર્યદિન ઉજવીએ છીએ?


ભારત ઉપરાંત વિશ્વના 5 એવા દેશો છે જેઓ 15મી ઑગસ્ટે આઝાદ થયા હતા. આપ કદાચ નહીં જાણતા હોવ કે ભારત સાથે સાઉથ કોરિયા, નોર્થ કોરિયા, કોંગો, બહેરીન અને લિકટેસ્ટીનને પણ 15મી ઑગસ્ટે આઝાદીના પર્વની ઉજવણી કરી હતી.


સાઉથ કોરિયા 15 ઑગસ્ટ 1945ના રોજ આઝાદ થયું હતું. સાઉથ કોરિયાએ આ દિવસે યુએસ અને સોવિયત સંઘની સેનાની મદદથી જાપાનમાંથી આઝાદી મેળવી હતી.


સાઉથ કોરિયાની જેમ નોર્થ કોરિયા પણ 15મી ઑગસ્ટે જ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. કોરિયાના બંને દેશો જાપાનના કબ્જામાંથી આઝાદ થવાની ઉજવણી કરે છે.


15 ઑગસ્ટ 1971ના દિને બહેરીને બ્રિટેન પાસેથી આઝાદી મેળવી હતી. જોકે, વર્ષ 1960ના દશકથી બ્રિટેન બહેરીન છોડવાની શરૂઆત કરી હતી પરંતુ 15મી ઑગસ્ટે બહેરીન સાથે બ્રિટેને એક સંધિ કરી હતી. જોકે, બહેરીન સ્વાતંત્ર્યદિન 16મી ડિસેમ્બરે ઉજવે છે પરંતુ તેનો ખરો સ્વાતંત્ર્યદિન તો 15મી ઑગસ્ટ જ છે.


લિકટંસ્ટીનને 15 ઑગસ્ટ 1866ના રોજ જર્મનીથી આઝાદ થયું હતું. આ દેશ વિશ્વના સૌથી નાના દેશો માનો એક છે.