

દુનિયામાં હાલના સમયે સૌથી અમીર રાજા થાઇલેન્ડના રાજા મહા વાચિરાલોંગકોંન છે. તેમને હટાવવાને લઈને થાઇલેન્ડના રસ્તા પર જોરદાર પ્રદર્શન થઈ રહ્યા છે. આ રાજા મોટાભાગનો સમય જર્મનીમાં પસાર કરે છે. રાજાની જીવનશૈલી અને 20 મહિલાઓ સાથે રહેતા હોવાના કારણે જનતામાં ગુસ્સો ઉભો કરી રહ્યું છે. તે હંમેશા અજીબ વર્તુણક કરે છે. તેમની પાસે સંપત્તિ બ્રુનેઈન અને સાઉદી અરબના શાસકો કરતા પણ વધારે બતાવવામાં આવી રહી છે.


ક્યારેક તે રસ્તા પર એટલી નાની જેકેટ પહેરીને જોવા મળે છે જેમાં તેમનું આખું પેટ અને શરીર દેખાય છે. ત્યાં ક્યારેક અજાણી મહિલા સાથે શોપિંગ કરતા જોવા મળે છે. વિદેશોમાં તે સ્પોર્ટ્સ કાર દોડાવતા જોવા મળે છે.


આ રાજાએ થોડાક મહિના પહેલા જે યુવતીને ચોથી પત્ની બનાવી હતી તે ઘણા વર્ષો સુધી તેમની મિસ્ટ્રેસ હતી. રાજાએ એક વખત પોતાના કુતરાને સેનાપતિ બનાવી દીધો હતો. ચોથી પત્ની સુથિદા સાથે 2008માં પ્રેમ થયો હતો. આ પછી તેને પોતાની અંગત સુરક્ષા ગાર્ડ પલટનની ડિપ્ટી કમાન્ડર બનાવી દીધી હતી. જે એક મોટો હોદ્દો હતો. તેની સાથે લગ્ન કર્યા પછી તેનાથી નારાજ થયા હતા અને જેલમાં પણ મોકલી આપી હતી.