જિતેન્દ્ર શર્મા, મધ્ય પ્રદેશઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh) બૈતૂલમાં (Betul) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યારે લોકાયુક્તની ટીમે (Lokayukta) એક સરકારી પ્રાઈમરી સ્કૂલના શિક્ષકના (Government primary school teacher) ઘરે છાપો માર્યો હતો. ટીમે તપાસમાં સરકારી સ્કૂલના શિક્ષક કરોડપતિ (Teacher millionaire) નીકળ્યો હતો. આવક કરતા વધારે સંપત્તિની ફરિયાદ થયા પર મંગળવારે ટીચરના ઘર ઉપર લોકાયુક્તની ટીમે છાપો માર્યો હતો. જ્યાં ટીચર પાસેથી 5 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાના દસ્તાવેજ મળ્યા છે. અને એક લાખ રૂપિયા રોકડા અને બેન્ક ખાતા અને લોકરની જાણકારી મળી હતી.
મળેલા દસ્તાવેજોની સંપત્તીની કિંમત 5 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. લોકાયુક્તે ટીચર પંકજ શ્રીવાસ્તવ અને તેના પિતા રામ જન્મ શ્રીવાસ્તવ સાથે તેમની પત્ની ઉપર ભ્રષ્ટાચાર અધિનિયમની વિવિધ કલમો અંતર્ગત મામલો નોંધ્યો છે. લોકાયુક્ત ટીઆઈનું કહેવું છે કે ત્રણે જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં વધારે તપાસ કરવામાં આવી રહી છે.
લોકાયુક્ત આઈટી સલિલ શર્માનું કહેવું છે કે ફરિયાદ મળી હતી કે પંકજ શ્રીવાસ્તવ નામના શિક્ષક પાસે આવક કરતા વધારે સંપત્તિ છે. જેનું અમે સત્યાપન કર્યું હતું. જ્યારે અમે તેમના ઘરે સર્ચિંગ કર્યું તો રેડ દરમિયાન 25 સંપત્તીઓના દસ્તાવેજ મળી આવ્યા હતા. જ્યારે એક લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. સાથે સાથે લોકરની જાણકારી પણ મળી આવી હતી.