તમને જણાવી દઈએ તે અઝીમ મન્સૂરી શામલી જીલ્લાના કૈરાનાનો રહેવાસી છે. છેલ્લા ઘણા સમયથી તે પોતાના લગ્નને લઈને રાજકારણીઓ અને અધિકારીઓના ચક્કર લગાવી રહ્યો હતો. અઝીમ મન્સૂરીનું કહેવું હતું કે તેના માતા-પિતાની હાઈટ ઓછી હોવાના કારણે તેના લગ્ન નહોતા થઈ રહ્યા. અઝીમ મન્સૂરીએ પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને મુલાયમ સિંહ યાદવને પણ મળીને પોતાના લગ્ન માટે વિનંતી કરી હતી.
અઝીમ મન્સૂરીનું કહેવું છે કે તે પોતાના લગ્નમાં સીએમ યોગી આદિત્યનાથ અને દેશના પીએમ નરેન્દ્ર મોદીને બોલાવશે. જો કે અઝીમ મન્સૂરીનો સંબંધ સમાજવાદી પાર્ટી સાથે ખાસ છે. તે પોતાને સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવના સ્ટાર પ્રચારક તરીકે ગણાવે છે. તેનું કહેવું છે કે હવે મુલાયમ સિંહ યાદવ આ દુનિયામાં નથી રહ્યા. અઝીમ મન્સૂરીની ઈચ્છા હતી કે મુલાયમ સિંહ યાદવ તેના લગ્નમાં આવે અને તેને આશીર્વાદ આપે. અઝીમ મન્સૂરીનું કહેવું છે કે મુલાયમ સિંહ યાદવના મોતના સમાચાર સાંભળી, તે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે લખનઉ જવા માગતો હતો.