Home » photogallery » national-international » Gay Couple Wedding: તેલંગાણામાં ‘પહેલા’ સમલૈંગિક યુગલના લગ્ન, હલ્દી, મહેંદી, રિંગ સેરેમની પણ થઈ, જુઓ PHOTOS

Gay Couple Wedding: તેલંગાણામાં ‘પહેલા’ સમલૈંગિક યુગલના લગ્ન, હલ્દી, મહેંદી, રિંગ સેરેમની પણ થઈ, જુઓ PHOTOS

Telangana First Gay Copule Wedding: સુપ્રિયો ચક્રવર્તી (Supriyo Chakraborty) અને અભય ડાંગ (Abhay Dang) પોતાના લગભગ એક દાયકા લાંબા સંબંધને આગળ વધારતા લગ્નના બંધનમાં બંધાઈ ગયા

  • 15

    Gay Couple Wedding: તેલંગાણામાં ‘પહેલા’ સમલૈંગિક યુગલના લગ્ન, હલ્દી, મહેંદી, રિંગ સેરેમની પણ થઈ, જુઓ PHOTOS

    હૈદરાબાદ : તેલંગાણામાં (Telangana) સમલૈંગિક પુરુષોના પહેલા લગ્નમાં સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગ (Supriyo Chakraborty and Abhay Dang ‘first’ wedding of gay men in Telangana) પોતાના લગભગ એક દાયકા જૂના સંબંધને આગળ વધારતા લગ્નના બંધનમાં બંધાઈ ગયા. સુપ્રિયોએ કહ્યું કે તેમના લગ્નએ બધાને મજબૂત સંદેશ આપ્યો છે કે ખુશ રહેવા માટે કોઈની પરવાનગીની જરૂર નથી. આ સમલૈંગિક પુરુષોને તેલંગાણાનું પહેલું ગે કપલ માનવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 25

    Gay Couple Wedding: તેલંગાણામાં ‘પહેલા’ સમલૈંગિક યુગલના લગ્ન, હલ્દી, મહેંદી, રિંગ સેરેમની પણ થઈ, જુઓ PHOTOS

    તેમણે કહ્યું કે, જોકે, લગ્નને રજીસ્ટર ન કરાવી શકાયા, પરંતુ સમારોહમાં પરિવારના લોકો અને મિત્રો ભેગા થયા. સુપ્રિયો (31) અને અભય (34)એ એકબીજાને વીંટી પહેરાવી. તેમણે શનિવારે એક રિસોર્ટમાં થયેલા લગ્ન સમારંભમાં સાથ નિભાવવાનો સંકલ્પ લીધો. સમલૈંગિક કપલની મિત્ર સોફિયા ડેવિડે આ લગ્ન કરાવ્યા જે પોતે LGBTQ સમુદાયમાંથી છે.

    MORE
    GALLERIES

  • 35

    Gay Couple Wedding: તેલંગાણામાં ‘પહેલા’ સમલૈંગિક યુગલના લગ્ન, હલ્દી, મહેંદી, રિંગ સેરેમની પણ થઈ, જુઓ PHOTOS

    સુપ્રિયો હોટલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, જ્યારે અભય ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રમાં કાર્યરત છે. બંને વર્ષ 2012માં એક ઓનલાઇન ડેટિંગ એપના માધ્યમથી મળ્યા અને ત્યારથી તેઓ સાથે રહે છે.

    MORE
    GALLERIES

  • 45

    Gay Couple Wedding: તેલંગાણામાં ‘પહેલા’ સમલૈંગિક યુગલના લગ્ન, હલ્દી, મહેંદી, રિંગ સેરેમની પણ થઈ, જુઓ PHOTOS

    સુપ્રિયોએ કહ્યું, આ બે દિવસનો (17 અને 18 ડિસેમ્બર) કાર્યક્રમ હતો. આ એક એવો કાર્યક્રમ હતો જ્યાં અમારા બધા નિકટના મિત્રો અને પરિવારના લોકો હતા. અમે મહેંદી અને સંગીતથી શરૂઆત કરી. હું અને અભય જુદા જુદા રાજ્યોમાંથી છીએ. તે (અભય) પંજાબી છે અને હું બંગાળી. શનિવારે અમારી પીઠીની વિધિ હતી અને સોફિયા ડેવિડે અમારા લગ્નની ફોર્માલિટી પૂરી કરી.

    MORE
    GALLERIES

  • 55

    Gay Couple Wedding: તેલંગાણામાં ‘પહેલા’ સમલૈંગિક યુગલના લગ્ન, હલ્દી, મહેંદી, રિંગ સેરેમની પણ થઈ, જુઓ PHOTOS

    સુપ્રિયોએ કહ્યું કે લગ્નનો ઉત્સવ દોસ્તો અને પરિવાર સાથે ‘અમારા મિલનનો જશ્ન’ મનાવવા માટે હતો. આ અવસરે સમલૈંગિક કપલે નિકટના મિત્રો અને પરિવારના સભ્યો સાથે પ્રસંગ ઉજવ્યો. (All Photos Credit- https://www.instagram.com/chakraborty.supriyo)

    MORE
    GALLERIES