Tauktae Cyclone: અરબ સાગરમાં ઉત્પન્ન શક્તિશાળી ચક્રવાતી વાવાઝોડું ગુજરાત (Gujarat)ના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ (IMD) અનુસાર ટાઉટે વાવાઝોડું વિકરાળ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. વાવાઝોડાના કારણે 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. મહારાષ્ટ્ર (Maharashtra)ના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે કેટલીક બોટોને પણ નુકસાન પહોંચ્યું છે.