અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલીબાની સામ્રાજ્ય (Talibani Rule)ની શરૂઆત બાદ દેશમાં જે ભય અને લાચારીની સ્થિતિ છે તેનાથી આજે વિશ્વનો દરેક વ્યક્તિ વિચલિત છે. તેવામાં સૌથી વધુ સંકટ મહિલાઓ (Talibani Women in Danger) પર તોળાઈ રહ્યું છે. અહીં મહિલાઓ પર અત્યાચાર વધવાની શક્યતાઓ છે. તેવા સેનામાં ભરતી થયેલી મહિલાઓ જે દેશની સુરક્ષા માટે જીવના જોખમે લડે છે, તેઓ પણ તાલીબાનના શાસનથી ડર અનુભવી રહી છે. કબુરા બેહરોઝ જ્યારે 2011માં અફઘાન નેશનલ આર્મીમાં (Afghan National Army) ભરતી થઈ તો તે સમયે તેણી ખૂબ ખૂશી અને ગર્વ અનુભવી રહી હતી. હવે, જ્યારે તાલીબાને (Taliban) અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે તો તે ખૂબ ડરેલી અને અસુરક્ષિત અનુભવી રહી છે. સેનામાં સામેલ થવાના પોતાના નિર્ણય વિશે કુબરા કહે છે, “મારે કોઇ પર આધારિત નથી રહેવું. મારે મારા પગ પર ઉભા રહેવું છે.” અફઘાનિસ્તાન જેવા ઇસ્લામિક દેશોમાં મહિલાઓનું સેનામાં ભરતી થવું એક અજીબ નજરે જોવામાં આવે છે. બ્રિટેનના અખબાર ટેલિગ્રાફ સાથેની વાતચીતમાં બેહરોઝ કહે છે કે, “હું મારા દેશને પ્રેમ કરું છું અને અમે આધુનિક વિશ્વમાં પગ મૂકનાર અફઘાનોની આગલી પેઢી છીએ.” (તસવીર સાભાર- AFP)
33 વર્ષીય બેહરોઝે જણાવ્યું કે, “હું આજે સવારે કામ પર ગઇ હતી ને કોઇ પણ સામાન્ય ચેકપોઇન્ટ પર કોઇ પોલીસ કે સૈનિક નહોતો અને કાર્યાલયમાં પણ કોઇ ન હતું, તેથી હું ઘરે પરત આવી ગઇ.” તેણે વધુમાં જણાવ્યું કે, પરિવાર સડકો પર છે, પરંતુ કોઇને નથી ખબર કે શું કરવાનું છે. બેહરોઝે જણાવ્યું કે, તેમણે તાલીબાનના કાબુલ પર કબજા પહેલા બ્યૂટી પાર્લરના માલિકોને પોતાની બારીઓ પર પેઇન્ટિંગ કરતા અને કેસેટની દુકાનોમાં કર્મચારીઓને સંગીત ઉપકરણોને નષ્ટ કરતા જોયા હતા. બેહરોઝ માટે સંકટ વધી ગયું છે. (તસવીર સાભાર- Reuters)
બેહરોઝ જણાવે છે કે, “લોકો કહે છે કે જો તાલીબાન અમને જોઇ જશે તો અમારા માથા ધડથી અલગ કરી દેશે. મને ડર છે કે એક સૈનિક હોવાના કારણે મારું અપહરણ કરી લેવામાં આવશે, જેલમાં નાંખી દેવામાં આવશે અને બળાત્કાર કરવામાં આવશે. મને મારા ભવિષ્ય અને પરીવારને લઈને ડર લાગી રહ્યો છે.” બહેરોઝના પશ્તૂન સહયોગી અને મહિલા સહકર્મી બચીને રહેવાની સલાહ આપી રહ્યા છે. બેહરોઝ કહે છે કે, “તે કહે છે કે જો તાલીબાન આપણને શોધી લેશે તો આપણા ગળા કાપી નાંખશે.” (તસવીર સાભાર- Dawn)
જોકે સોશ્યલ મીડિયા પર તાલીબાન યુવકો દ્વારા લગ્નના નામે મહિલાઓ અને કિશોર છોકરી સાથે બળત્કાર કરવાની પુષ્ટિ વગરની માહિતીઓ પણ સામે આવી રહી છે. જીના નામના એક પ્રથા અંતર્ગત, અફઘાનિસ્તાનમાં જો કોઇ મહિલા સાથે બળાત્કાર થાય છે તો તેને સામાન્ય રીતે તે બળાત્કારી સાથે લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવે છે અથવા તો તેના શર્મજનક વ્યવહાર માટે તેના આખા પરીવારને સામુદાયિક બહિષ્કારનો સામનો કરવો પડે છે. (તસવીર સાભાર- Reuters)