નવી દિલ્હીઃ ભારત અને ચીનની વચ્ચે પૂર્વ લદાખ (East Ladakh)માં ગત અનેક મહિનાઓથી તણાવ (India China Faceoff)ની સ્થિતિ ઊભી થયેલી છે. બંને દેશોની વચ્ચે ઊભી થયેલી યુદ્ધ જેવી સ્થિતિને શાંત કરવા માટે અનેકવાર સૈન્ય કમાન્ડર સ્તરની બેઠક પણ થઈ છે પરંતુ ચીન નિયંત્રણ રેખાથી પોતાના પગલાં પાછા હટાવવા માટે તૈયાર નથી દેખાતી. ચીન (China)ના આ વલણને જોતાં ભારત (India)એ સરહદ (Border Dispute) પર પોતાની પોઝિશન મજૂબત કરવાનું શરૂ કરી દીધું છે. રવિવારે ભારતીય સેનાએ લેહથી 200 કિલોમીટર દૂર લદાખના ચૂમાર ડેમચોક વિસ્તારમાં ટેન્ક અને અન્ય વાહનો તૈનાત કર્યા છે. (તસવીર-ANI)
ટી-90 ભીષ્મ ટેન્કમાં 3 પ્રકારના ઇંધણ ભરવામાં આવે છે - પૂર્વ લદાખના ચુમાર-ડેમચોક વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે ભારતીય સેનાની ટી-90 ટેન્ક તૈનાત કરવામાં આવી છે. આવનારા સમયમાં અહીંનું તાપમાન માઇનસમાં જતું રહે છે. એવામાં આ ટ્રેન્કમાં ત્રણ પ્રકારના ઈંચણનો ઉપયોગ કરવામાં આવે છે જેથી શિયાળામાં તે જામ ન થઈ જાય. (તસવીર-ANI)