

રવિવારે 21 જૂને થનારું સૂર્ય ગ્રહણ ખૂબ જ વિશેષ છે. 25 વર્ષ પછી આ સૂર્યગ્રહણથી બપોરે 12 વાગે રાત જેવું અંધારું થઇ જશે. હિમાચલ પ્રદેશમાં 25 વર્ષ પછી આવો સંયોગ બને છે. વર્ષના પહેલા સૂર્ય ગ્રહણ અનેક રીતે ખાસ છે. સૂર્યગ્રહણના સૂતક કાળ 20 જૂનની રાત 10:33થી શરૂ થશે. રવિવારે લગભગ 10:33થી શરૂ થઇને બપોરે 2:04 સુધી આ સૂર્યગ્રહણ ચાલશે. અને સૂર્યગ્રહણનો મધ્ય કાળ બપોરે 12:18 વાગે થશે.


આ સૂર્ય ગ્રહણ ભારતના દેહરાધૂન, સિરસા, ટિહરી સમેત અનેક ભાગોમાં સંપૂર્ણ પણે જોવા મળશે. આ સિવાય સૂર્ય ગ્રહણ દેશના મોટો ભાગમાં જોવા મળશે. જેમાં નવી દિલ્હી, મુંબઇ, કોલકત્તા, ચંદીગઢ, લખનઉ, શિમલા જેવા પ્રસિદ્ધ શહેર સામેલ છે જ્યાં પણ તે આશિંક રીતે દેખાશે.


આ સૂર્ય ગ્રહણ વૈજ્ઞાનિક દ્રષ્ટ્રીએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વળી તેનું ધાર્મિક મહત્વ પણ છે. જ્યોતિષાચાર્યો મુજબ સૂર્યગ્રહણ સમય ગ્રહ અને નક્ષત્રોનો તેવો સંયોગ બને છે જે ગત 500 વર્ષોમાં નથી બન્યો.


સ્પેસ એજન્સી NASA જણાવ્યું કે પૃથ્વીના આ સૂર્યગ્રહણને ખુલી આંખે ન જોવો. ઉલ્લેખનીય છે કે આ સૂર્યગ્રહણથી ચંદ્રની ફરતે એક સૂર્યની એક રિંગ સર્જાશે. જેને રિંગ ઓફ ફાયર પણ કહેવાય છે.